Ahmedabad : ફરી કોરોનાનું સંકટ વધ્યુ, ઝાયડસ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓની વધી ચિંંતા

|

May 12, 2022 | 11:47 AM

વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં (Zydus School) કોરોનાએ એન્ટ્રી કરી છે. શાળાના બે વિદ્યાર્થીઓ સંક્રમિત થતા હાલ શાળા બંધ કરી દેવાઈ છે.

Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનું (Corona Case) સંકટ વધી રહ્યું છે. એક તરફ પાલડી NIDમાં કોરોના બ્લાસ્ટ થયો છે. તો હવે બીજી તરફ શાળાઓમાં પણ કોરોના પગ પેસારો કરી રહ્યો છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં (Zydus School)  કોરોનાએ એન્ટ્રી કરી છે. શાળાના બે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. વિદ્યાર્થીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હાલ શાળા બંધ કરી દેવાઈ છે. સાથે જ શાળામાં વેકેશન પણ જાહેર કરી દેવાયું છે. શાળામાં કોવિડ ગાઇડલાઇનનું (Corona Guidelines) પાલન થાય છે કે કેમ તેની કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરાશે.

છેલ્લા ઘણાં સમયથી કોરોનાના નહીંવત કેસ સામે આવી રહ્યા હતા. પરંતુ ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 19 નવા કેસ એકમાત્ર અમદાવાદમાં (Corona in ahemedabad) સામે આવ્યા હતા.

NID વિદ્યાસંકુલમાં પણ કોરોનાની એન્ટ્રી

અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પાલડીમાં આવેલા NID વિદ્યાસંકુલમાં કુલ 24 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, NIDમાં છેલ્લા 3 દિવસમાં આ કેસો નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશના અને કેટલાક સ્થાનિક છે.ત્યારે ફરી એક વાર અમદાવાદની શાળાઓમાં કોરોનાની રિ-એન્ટ્રી થતા વાલીઓની ચિંતા વધી છે.

Next Video