Porbandar: સમુદ્રમાંથી મળેલા બે શંકાસ્પદ કબૂતરોના પગમાં માઈક્રોચિપ્સની આશંકા, શું થઇ રહી છે જાસૂસી?

|

Dec 10, 2021 | 4:26 PM

Porbandar: સમુદ્રમાંથી 2 શંકાસ્પદ કબૂતરો મળી આવતા સુરક્ષા એજન્સીઓએ તપાસ શરુ કરી છે. કબૂતરોના પગમાં ચીપ હોવાની શંકા વ્યક્ત કરવામાં અવી છે.

Porbandar suspected pigeons: પોરબંદરથી મોટી ઘટના સામે આવી છે. પોરબંદર પોલીસને બે શંકાસ્પદ કબૂતરો મળી આવતા ચકચાર મચી ગયો છે. વાત ખરેખર એમ છે કે સુભાષનગર હાર્બર મરીન પોલીસને (Marine police porbandar) સમુદ્રમાંથી બે કબૂતરો મળ્યા છે. મળેલા આ કબૂતર શંકાસ્પદ છે. જણાવી દઈએ કે મળી આવેલા કબૂતરોના પગમાં ચિપ્સ હોવાની આશંકા છે. તો સમુદ્રમાંથી બે કબૂતરો મળી આવતા જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.

વિગતે વાત કરીએ તો માછીમારી કરતા ફિશરમેનની બોટમાં બંને કબુતરો આવ્યા  હતા. જેને પકડી લેવામાં આવ્યા છે. કબૂતરોના પગમાં ચિપ્સ હોવાની આશંકા છે. તો આ કબૂતરો કોણે મોકલ્યા હશે અને અહીં શું કારણથી મોકલ્યા હશે તે દરેક વાતે શંકા છે. પોરબંદરમાં હાલ પોલીસે કબુતરોને લઈ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. જણાવી દઈએ કે ફોરેસ્ટ, એફ.એસ.એલ.વાયરલેસ, બી.ડી.ડી.એસ વેટરનરી ડૉક્ટરો આ કબૂતરોનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરશે. તો હાલ તમામ સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ છે.

જો આ કબૂતરોના પગમાં ખરેખર માઈક્રોચીપ મળે છે તો જોવું રહેશે કે આ કબૂતર ક્યાંથી અને શા ઉદ્દેશ્યથી અહીં મોકલવામાં આવ્યા હતા. કબૂતરોને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Ahmedabad : સોમવારથી રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઠપ્પ થશે, 10 હજાર સરકારી સિનિયર ડોક્ટરો હડતાલ પર ઉતરશે

આ પણ વાંચો: દેશમાં 18 વર્ષથી ઉપરના 86 ટકા લોકોને ઓછામાં ઓછો રસીનો અપાઈ ચૂક્યો છે એક ડોઝ, જીનોમ સિક્વન્સિંગ માટે 36 લેબ કાર્યરત

Next Video