Gujarati Video : મોરબીમાં ઘઉં અને ચોખાના શંકાસ્પદ જથ્થા સાથે બે લોકો ઝડપાયા, રુપિયા 15.34 લાખનો મુદ્દામાલ જપ્ત
Morbi News : પોલીસે ઘઉં અને ચોખાના શંકાસ્પદ જથ્થા સાથે બે લોકોને ઝડપી લીધા છે. બે શખ્સો પાસેથી ચોખાની 175 અને ઘઉંની 125 બોરી પોલીસને મળી છે.
મોરબીમાં શનાળા બાયપાસ નજીકથી પોલીસે ઘઉં અને ચોખાના શંકાસ્પદ જથ્થા સાથે બે લોકોને ઝડપી લીધા છે. બે શખ્સો પાસેથી ચોખાની 175 અને ઘઉંની 125 બોરી પોલીસને મળી છે. આધાર પુરાવા વગર માલ લઈને જઇ રહેલા જશાભાઈ વિકાણી અને લાલજીભાઈ ઉર્ફે હરેશભાઇ દેલવાડિયાને પોલીસે ઝડપી લીધા છે.
આ પણ વાંચો-Breaking News: ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર છોડ્યું રોકેટ, ઘટનામાં 10 લોકોના મોત
બંને શખ્સો તેમની પાસેથી મળેલા અનાજના જથ્થાનો કોઇ આધાર પુરાવો રજૂ ન કરી શકતા પોલીસે કાર્યવાહી કરી છે. એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ અનાજના જથ્થા સહિત 15.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…