Bhavnagar : સિહોરમાં ડેન્ગ્યુના કારણે બે બાળકીના મોત, ગંદકીના કારણે બાળકીઓના મોત થયાના સ્થાનિકોના આક્ષેપ, જુઓ Video
સિહોરમાં આવેલા પાંચવડા વિસ્તારમાં ડેન્ગ્યુના (Dengue) કારણે બે બાળકીના મોત નીપજ્યાં છે. જેને લઇ સ્થાનિકોએ સિંહોર પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સામાન્ય રીતે, ગંદકીના કારણે મચ્છરજન્ય રોગ ફેલાતા હોય છે, તો પાંચવડા વિસ્તારની પણ કંઇક આવી જ હાલત છે. વિસ્તારમાં લોકોના ઘર પાસે ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
ભાવનગરના સિહોરમાં આવેલા પાંચવડા વિસ્તારમાં ડેન્ગ્યુના (Dengue) કારણે બે બાળકીના મોત નીપજ્યાં છે. જેને લઇ સ્થાનિકોએ સિંહોર પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સામાન્ય રીતે, ગંદકીના કારણે મચ્છરજન્ય રોગ ફેલાતા હોય છે, તો પાંચવડા વિસ્તારની પણ કંઇક આવી જ હાલત છે. વિસ્તારમાં લોકોના ઘર પાસે ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
પાંચવડા વિસ્તારમાં ગંદકીના કારણે મચ્છરજન્ય રોગ ફેલાતા આ વિસ્તારમાં રહેતી 2 બાળકીને ડેન્ગ્યુ થયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઠેર-ઠેર ગંદકી હોવાથી મચ્છરજન્ય રોગ ફેલાયા છે અને બંને માસૂમ બાળકીના મોત નીપજ્યાં છે. હજુ પણ પાંચવડા વિસ્તારમાં 4થી 5 જેટલા ડેન્ગ્યુના કેસ સક્રિય છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઇ સાંભળતું નથી. જો આવી રીતે ઠેર-ઠેર ગંદકી રહેશે તો હજુ પણ મચ્છરજન્ય રોગચાળો વધશે.