વડોદરામાં મહાનગરપાલિકાના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. કેમ કે સૌથી પહેલા વડોદરાના જાંબુઆ રોડ વચ્ચે ડ્રેનેજનો મેઈનહોલ બનાવી દેવાયો. જોકે Tv9 ને આ અંગે અહેવાલ પ્રસારીત કરતા તેની અસર નોંધાઈ. હવે માણેજા-જાંબુઆ રોડ પર અડચણરૂપ એવા મેઈનહોલને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. એટલે કે પહેલા બુદ્ધીનું પ્રદર્શન કરતા રસ્તા વચ્ચે મેઈનહોલ બનાવી દેવાયો અને હવે ભાન થતા તોડવાની કામગીરી કરાઈ રહી છે.
આ પણ વાંચો : Rajkot: રાજકોટ લોકમેળામાં શરમજનક ઘટના, માત્ર 2 વર્ષની બાળકી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ
ધારાસભ્ય યોગેશ પટેલ અને મેયર નિલેશ રાઠોડના આદેશ બાદ આ કાર્યવાહી થઈ રહી છે. જોકે કોઈ આવડત કે બુદ્ધીના અભાવે લોકોના રૂપિયાનો સીધેસીધો વ્યય થઈ રહેલો જોવા મળે છે. તાજેતરમાં જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલે રસ્તા વચ્ચે ડ્રેનેજહોલ જોયો તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે રસ્તાની અધવચ્ચે બનેલો આ મેઈનહોલ કોઈનો જીવ પણ લઈ શકતો હતો. જોકે આવી બુદ્ધીનું પ્રદર્શન કરનારા લોકો સામે કોઈ પગલા લેવાશે કે કેમ તે સવાલ છે.
Published On - 5:48 pm, Sun, 10 September 23