TV9 Exclusive : સોખડા હરિધામ મંદિરના ગાદીપતિના વિવાદની બેઠકનો વિડીયો

| Edited By: | Updated on: Jan 18, 2022 | 7:20 PM

વડોદરાના પ્રસિદ્ધ સોખડા હરિધામમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઇ જામી છે. અને બંને પક્ષો વચ્ચે અનેકવાર બેઠકો થઇ ચૂકી છે.ત્યારે વિવાદના ઉકેલ માટે મળેલી આવી જ એક બેઠકનો EXCLUSIVE વીડિયો Tv9ને હાથ લાગ્યો છે

વડોદરાનું(Vadodara)  પ્રસિદ્ધ સોખડા હરિધામ(Sokhda Haridham)  એક નવા વિવાદમાં સપડાયું છે. જેમાં મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવ્યો છે.સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદીપતિ(Successor)  કોણ.?.આ સવાલ પાછલા કેટલાક સમયથી વિવાદનું કારણ બન્યો છે. અને સોખડા સ્વામિનારાયણ મંદિરમાં જામ્યો છે સત્તાનો સંગ્રામ. આપને જણાવી દઇએ કે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઇ જામી છે. અને બંને પક્ષો વચ્ચે અનેકવાર બેઠકો થઇ ચૂકી છે.ત્યારે વિવાદના ઉકેલ માટે મળેલી આવી જ એક બેઠકનો EXCLUSIVE વીડિયો Tv9ને હાથ લાગ્યો છે. આ બેઠકમાં પ્રેમસ્વરૂપ સ્વામી, પ્રબોધ સ્વામી, અશોક પટેલ સહિત બંને પક્ષોના સેવકોની હાજરી જોવા મળી રહી છે.તમારે ગાદીપતિ બનવું છે તેવા એક સેવકના સવાલના જવાબમાં પ્રબોધ સ્વામી સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરે છે.અને પ્રેમસ્વરૂપ સ્વામીના પગમાં પડીને ગાદીપતિ બનવાનો નનૈયો ભણી દે છે

આ ઉપરાંત સોખડા હરિધામના વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં મહિલા સત્સંગી બહેનો મંદિરના ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતી જોવા મળે છે. મહિલા સત્સંગી બહેનો ગુણાતિત હરિધામમાં ન રહેવા જોઈએ તેવી ચીમકી આપે છે અને જો રહેવું હોય તો પ્રાદેશિક સંત તરીકે રહે. આ મહિલાઓ સંતોના વ્યાભિચાર અને કરોડો રૂપિયાની લેવડ-દેવડ થતી હોવાના ચોંકાવનારા આક્ષેપ કરે છે. આ ઉપરાંત સોખડા હરિધામ રાજકારણનું હબ બની ગયું હોવાના પણ આરોપ લગાવે છે. ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મંદિરની ગાદી માટે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વિવાદ ઉભો થયો છે.

આ પણ વાંચો : ગુજરાતના મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારીઓની હવે ખેર નહિ, એસઆઇટીની રચના કરાશે

આ પણ વાંચો :  દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રોપ્સ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ વિષય પર તાલીમનો શુભારંભ થયો

Published on: Jan 18, 2022 06:58 PM