શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી, અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી, જુઓ Video

શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી, અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 07, 2024 | 2:39 PM

ગુજરાતમાં એક બાદ એક રુંવાડા ઉભા થઈ જાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસમાં શિક્ષિકાની છેડતીની ઘટના બની હતી.

ગુજરાતમાં એક બાદ એક રુંવાડા ઉભા થઈ જાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા ગેંગરેપ બાદ સુરતની આશ્રમ શાળા આચાર્યે સગીરા સાથે અડપલા કર્યાની ઘટના હોય કે આણંદમાં સગીરા પર સામુહિક દુષ્કર્મનો પ્રયાસ કર્યાની ઘટના હોય, પોલીસે કાર્યવાહી હાથ ધરી છે  ત્યાં તો ભરુચમાં વધુ એક આ પ્રકારની ઘટના બની છે. ભરૂચના અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસમાં શિક્ષિકાની છેડતીની ઘટના બની હતી.

પોલીસે સંચાલકની કરી ધરપકડ

અંકલેશ્વરમાં ખાતે આવેલા ગુરુ ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાને સપ્લીમેન્ટ્રી તપાસવા આપવાને બહાને બોલાવીને છેડતી કરી હતી. ત્યારે યુવતીએ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટ્યુશન કલાસીસના હેવાન સંચાલકની ધરપકડ કરી છે.