Gir Somnath : ધર્મ કરતા ધાડ પડી ! અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, 2ના મોત, CCTVમાં કેદ થયા દ્રશ્યો

Gir Somnath : ધર્મ કરતા ધાડ પડી ! અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, 2ના મોત, CCTVમાં કેદ થયા દ્રશ્યો

| Edited By: | Updated on: Apr 15, 2025 | 1:51 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. અકસ્માતમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ નબીરાઓ પૂરપાટ ઝડપે વાહન હાકવાનું બંધ નથી કરતા. ત્યારે ગીર સોમનાથમાં લોકોના ટોળા પર ટ્રક પલટાતા બે લોકોના મોત થયાની ઘટના બની છે. મળતી માહિતી પર કોડિનાર સુત્રાપાડા રોડ પર અકસ્માત સર્જાયો હતો.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. અકસ્માતમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ નબીરાઓ પૂરપાટ ઝડપે વાહન હાકવાનું બંધ નથી કરતા. ત્યારે ગીર સોમનાથમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. અકસ્માતના કાર ચાલકોની મદદ માટે પહોંચેલા લોકોને જ અકસ્માત નડ્યો છે.

ઘટના કઇક એવી છે કે લોકોના ટોળા પર ટ્રક પલટાતા બે લોકોના મોત થયા છે. મળતી માહિતી પર કોડિનાર સુત્રાપાડા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ત્યાં સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. તે સમયે અચાનક ટ્રક લોકોના ટોળા પર પલટી હતી. અકસ્માત બાદ ગ્રામજનોએ વિરોધ કર્યો છે. ગામ લોકોએ રોડ પર મૃતદેહ રાખી ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોએ વાહન વ્યવહાર અટકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

અકસ્માતમાં 2 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે કોડિનાર સુત્રાપાડા રોડ પર રાખેજ ગામ નજીકની ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ તાત્કાલિક ધોરણે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારે ટ્રક પલટી જતા 2 લોકોના મોત થયા છે. અકસ્માતમાં ટ્રક ચાલકને પણ ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તો બીજી તરફ અકસ્માતને લઈને ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. ગ્રામજનોએ રોડ પર મૃતદેહ રાખીને ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો