દિવાળીમાં ટ્રેનની સફર તો ઠીક કોચમાં ચઢવું પણ પડકારજનક બની રહ્યું છે, જુઓ સુરત રેલવે સ્ટેશનનો આ વિડીયો
સુરત : વ્યક્તિ વેપાર રોજગાર માટે વતન છોડી સેંકડો કિલોમીટર દૂર સુધીના સ્થળે સ્થાયી થાય છે. મોટાભાગના લોકોનો મહાપર્વ દિવાળી દરમિયાન પ્રયાસ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વતનમાં પરિવાર સાથે કરવનો હોય છે.
સુરત : વ્યક્તિ વેપાર રોજગાર માટે વતન છોડી સેંકડો કિલોમીટર દૂર સુધીના સ્થળે સ્થાયી થાય છે. મોટાભાગના લોકોનો મહાપર્વ દિવાળી દરમિયાન પ્રયાસ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વતનમાં પરિવાર સાથે કરવા વિચારતો હોય છે. સુરતમાં વતન જનારા લોકોની ભીડ વચ્ચે અફરાતફરીનાં દ્રશ્યો સર્જાયા હતા.
સુરતમાં ટેક્સટાઇલ , ડાયમંડ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સેંકડો લોકો વતન છોડી આ મહાનગરમાં સ્થાયી થયા છે.દિવાળી,નૂતનવર્ષ, ભાઈબીજ અને છઠના તહેવારના કારણે ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક લાંબા અંતરની ટ્રેન ખીચોખીચ ભરેલી છે. મુંબઈ, અમદાવાદ, સુરત વગેરે મહાનગરોથી ઉત્તરભારત જતી ટ્રેનોમાં ભીડ એટલી બધી છે કે લોકોને ચઢવા અને ઉતરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશનના મુસાફરોની ભીડના દ્રશ્યો સામે આવ્યા છે.
સુરતમાં ટ્રેનમાં બેસવા તડાફડી ચાલી રહી છે. સુરતમાં રોજગાર માટે આવેલા ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જવા માટે આતુર છે. ઘણા લોકો 24 કલાક તો ઘણા લોકો 48 કલાકથી ટ્રેનમાં બેસવા માટે લાઈનમાં છેપરંતુ હજુ સુધી તેમને ટ્રેનમાં બેસવા તક મળી નથી. લોકોની નિરાશા અને વધતી ભીડ વચ્ચે આજે સવારે છપરા જતી તપ્તી ગંગા એક્સપ્રેસ જેવી પ્લેટફોર્મ પર આવી કે મુસાફરો ટ્રેનમાં ચડવા તૂટી પડ્યા હતા. કોઈ બારીમાંતો કોઈ શૌચાલયમાં બેસવા માટે મથામણ કરતુ નજરે પડ્યું હતું. ટ્રેનમાં સીટ ફક્ત 1700 હતી પણ મુસાફરો હજારો હતા. પરિસ્થિતિ ખુબ વિકટ બની હતી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
