અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતાર પડી, જુઓ વીડિયો

|

Jul 21, 2024 | 12:06 PM

ભરૂચ : અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં રવિવારના દિવસે ટ્રાફિકજામમાં લોકો અટવાયા હતા. ભારે વાહનો ઉપરાંત રજાના દિવસે પ્રવાસ કરનારા લોકો પણ સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા હતા. 

ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો ટ્રાફિક સીટી તરીકે બદનામ છે. પહેલા ઝાડેશ્વર ચોકડીથી નર્મદા નદીના બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેનો નવો બ્રિજ બનાવી હલ કાઢવામાં આવતા હવે અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં સમયાંતરે ટ્રાફિક જામની ફરિયાદ ઉઠે છે.

અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં રવિવારના દિવસે ટ્રાફિકજામમાં લોકો અટવાયા હતા. ભારે વાહનો ઉપરાંત રજાના દિવસે પ્રવાસ કરનારા લોકો પણ સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે. થોડાથોડા દિવસે અહીં વાહનોની કતાર પડે છે. ચક્કાજામના કારણે વાહનચાલકોને સમય અને ઇંધણ બંનેનો વ્યય થાય છે.

 

આ પણ વાંચો : નવસારી વીડિયો : પાણી પુરવઠા કૌભાંડની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી, કોન્ટ્રાક્ટરના નામે કરોડોની રકમ ઉપાડાઈ હોવાની શંકા

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:04 pm, Sun, 21 July 24

Next Video