Kutch News : અંજારમાં અચાનક રસ્તો ધસી પડતા ટ્રેક્ટરની ટ્રોલી ભૂવામાં ખાબકી, જુઓ Video
ગુજરાતમાં બરાબર ચોમાસું જામ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ઠેર-ઠેર રસ્તાઓ ધોવાયા છે અને ભૂવા પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આવી જ એક ઘટના ફરી એક વાર સામે આવી છે. કચ્છના અંજારમાં રસ્તા પર મસમોટો ભૂવો પડતા ટ્રેકટરની ટ્રોલી ભૂવામાં ખાબકી હતી.

મળતી માહિતી અનુસાર સ્વામીવિવેકાનંદ વિસ્તારમાં રસ્તા પરથી ટ્રેક્ટર પસાર થતુ હતુ ત્યારે અચાનક રસ્તો ધસી પડ્યો અને ભૂવો પડી ગયો હતો. જેના કારણે ટ્રેકટરની ટ્રોલી ભૂવામાં ગરકાવ થતા જેસીબી મશીનની મદદથી ટ્રોલીને બહાર કાઢવાની ફરજ પડી હતી. પરંતુ અહીં સવાલ થાય છે કે જો કોઈ જાન હાનિ થઈ હોત તો કોની જવાબદારી હોત.
રાજકોટ-સોમનાથ બ્રિજ પર પડ્યું ગાબડું
બીજી તરફ રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજની જ્યાં મસમોટું ગાબડું પડ્યું પણ તંત્રએ સમારકામની તસ્દી લીધી નથી. જેતપુરના જેતલસર પાસે રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે રોડની એક સાઈડ બંધ કરાઈ છે. આ બ્રિજનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો