આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જુઓ Video

| Updated on: Dec 04, 2024 | 7:57 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અનુસાર 4થી 6 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદની પણ શકયતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું થઇ શકે છે.

અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી

કચ્છના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ઠંડી પળવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 18ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. 15થી 20 ડિસેમ્બર સુધીમાં બંગાળ ઉપ સાગરમાં લો પ્રેસર બનવાની શક્યતા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બનાસકાંઠા, કચ્છ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. મોરબી, મહેસાણામાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, આણંદ, છોટાઉદેપુર, ડાંગ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.