આજનું હવામાન : રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની સંભાવના, જુઓ Video

|

Nov 08, 2024 | 8:47 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આગામી સાત દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આગામી સાત દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગની આગાહી કરી છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લીધે તાપમાનમાં પરિવર્તન કરે છે. અમદાવાદમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્યથી 2 ડિગ્રી વધુ તાપમાન નોંધ્યુ છે.

રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ખેડા, મહીસાગર, પોરબંદર, સુરત, સાબરકાંઠા, વલસાડ, વડોદરા, તાપી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, ભરૂચ, બોટાદ, જુનાગઢ, મોરબી, નવસારી, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, નર્મદા, પાટણ, સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Next Video