આજનું હવામાન : સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી, જુઓ Video

|

Oct 03, 2024 | 9:51 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. તેમજ આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતા છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દક્ષિણ ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડમાં સામાન્ય વરસાદની શકયતા છે. ઓક્ટોબર મહિનામાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલે નવરાત્રીમાં કરી વરસાદની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસારે 3થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગમાં વરસાદી ઝાપટું પડવાની શક્યતાઓ પણ છે. તેમજ 8થી 10 ઓક્ટોબર દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 8થી 10 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10થી 14 ઓક્ટોબર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે. વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

Next Video