આજનું હવામાન : આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Sep 28, 2024 | 9:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, અને દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીએ અતિભારે વરસાદની કરી આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં બેથી ત્રણ દિવસ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખંભાતના અખાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ઈંચ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.આવનારા કલાકોમાં વરસાદની તિવ્રતા વધે તેવી શક્યતા છે.

Next Video