Vadodara : આજે વિનાયક ચતુર્થીના પર્વ પર દેશભરમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. તો વડોદરામાં પણ 10 હજાર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. મનપાએ વિસર્જન માટે 5 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. વડોદરામાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થાય તે માટે પોલીસે એકશનમાં છે.
ગણેશજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેમાં દરેક ડીજેમાં પોલીસ કર્મી બોડી વોર્ન કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ 7000 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં ખડેપગે છે. જેમાં 12 IPS, 30 DySP, 85 PI અને અન્ય પોલીસ કર્મીઓ બંદોબસતામાં ગોઠવવામાં આવ્યા છે.
આ સાથે રેપિડ એક્શનની એક ટીમ, CRPFની એક ટીમ અને SRPની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સિવાય, બોડી વોર્ન કેમેરા સાથે 600 જવાનો ખડેપગે છે. વિસર્જન માટે 1800 જેટલાં મંડળો રજીસ્ટર થયા છે. 3 ક્વિક રિસ્પોન્સ ટીમ અને 44 શી ટીમો કાર્યરત કરવામાં આવી છે.