Vadodara: શિનોરના ગામમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાનો વિરોધ, ખેડૂતોની મુલાકાતે આવેલા સાંસદનો લોકોએ કર્યો ઘેરાવ, જુઓ Video

વડોદરાના શિનોરના ગામમાં સાંસદ મનસુખ વસાવાનો વિરોધ કરવામાં આવ્યું. સુરાશામળ ગામમાં પૂરથી પીડિત લોકોને સાંસદ મળવા ગયા હતા. જોકે ખેડૂતોની મુલાકાતે આવેલા સાંસદનો લોકોએ ઘેરાવ કર્યો. વરસાદને કારણે નદી કાંઠા વિસ્તારમાં ખેડૂતોનો ઉભો પાક 100 ટકા નષ્ટ થયો છે. જેને કારણે ખેડૂતો રોષે ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 6:51 PM

ભાજપના વધુ એક નેતાએ પૂરના પીડિતોના રોષનો સામનો કરવાનો વારો આવ્યો. વડોદરાના શિનોર ગામે સાંસદ મનસુખ વસાવાને પૂર પીડિતોએ ઘેરી લીધા હતા. નદી કાંઠા વિસ્તારમાં ખેડૂતોનો ઉભો પાક 100 ટકા નષ્ટ થઇ ગયો છે. જેને લઇ ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવા સમક્ષ વેદના વ્યક્ત કરી. તો બનતી મદદ કરવાની ખાતરી મનસુખ વસાવાએ આપી.

આ પણ વાંચો : 33 ટકા મહિલા અનામત બિલને લઈ સ્મૃતિ ઈરાનીની Tv9 સાથે ખાસ વાત, જુઓ Video

નર્મદા નદીમાં પૂરના કારણે વડોદરાના શિનોર તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે. પૂરમાં 11 ગામો પ્રભાવિત થયા છે. ગામના ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. જો કે, નુકસાની સામે રાજ્ય સરકારે વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ, સરકારે જાહેર કરેલા વળતર કરતા ખેતરમાં વધુ નુકસાન થયું છે. ત્યારે, નર્મદા કાંઠામાં આવેલા સુરામાશળ ગામના ખેડૂતોએ સરકારને રાહત પેકેજનો વિરોધ કરતા પોતાની નારાજગી દર્શાવી અને વધુ વળતર આપવાની માગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">