આજનું હવામાન : ગુજરાતના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 15, 2024 | 10:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં મેઘ મહેરની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતમાં આઠ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં મેઘ મહેરની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતમાં આઠ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે – બે જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

 

જાણો ક્યારે ક્યાં પડશે વરસાદ

  • 16 જૂને ગાંધીનગર ,અરવલ્લી ,અમદાવાદ ,નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 17 જૂને નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 18 જૂન નવસારી ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ,ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
  • 19 જૂન નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર ,અમરેલી ,ડાંગ ,ગીર સોમનાથ ,કચ્છમાં વરસાદની આગાહી
  • 20 જુન નર્મદા સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,અમરેલી ,ભાવનગર ,બોટાદ કચ્છમાં હળવા માધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ અમરેલી, આણંદ, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video