Ahmedabad : 11 થી 13 માર્ચ દરમ્યાન RSS ની પ્રતિનિધિ સભાનું આયોજન, સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

|

Mar 09, 2022 | 8:13 PM

આ બેઠકમાં ગત વર્ષનું કાર્યવૃત, સંઘ કાર્યના વિસ્તરણ માટેની આગામી વર્ષની યોજના, સંઘ શિક્ષા વર્ગની યોજના તેમજ હાલની સ્થિતિ અંગે ચર્ચા કરાશે.આ બેઠકમાં સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે, સહ સરકાર્યવાહક કૃષ્ણગોપાલજી, મનમોહન વૈદ્ય, મુકુંદજી, રામદત્તજી, અરૂણ કુમાર અને સંઘના અન્ય તમામ પદાધિકારીઓ ભાગ લેશે

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામના એક દિવસ બાદ એટલે 11 માર્ચે આરએસએસ ( RSS)દ્વારા અમદાવાદમાં(Ahmedabad) પ્રતિનિધિ સભાનું આયોજન કરાયું છે..આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક 11થી 13 માર્ચ દરમિયાન યોજાશે.જેમાં સરસંઘચાલક મોહન ભાગવત(Mohan Bhagwat) ઉપસ્થિત રહેવાના છે..આ સભામાં તેઓ સંઘના કાર્યકરોને માર્ગદર્શન પુરૂ પાડશે.અમદાવાદમાં યોજાનારી આ બેઠક સંઘની સૌથી મહત્વપૂર્ણ બેઠક છે.કારણ કે આ બેઠકમાં આગામી વર્ષ માટેની યોજનાને આખરી ઓપ આપવામાં આવશે.તો સંઘના 100 વર્ષની ઉજવણીને લઇને વિવિધ કાર્યક્રમો સાથે સંઘનો આગામી બે વર્ષમાં વ્યાપ વધારવાની દિશામાં ચર્ચા કરાશે..એક લાખથી વધુ સ્થળ પર સંઘનું કાર્યક્ષેત્ર વધારવાનું લક્ષ્યાંક છે.મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારીને કારણે આ બેઠક ટૂંકી કરવામાં આવી હતી, અને મર્યાદિત કાર્યકરો જ પ્રત્યક્ષ સહભાગી બન્યા હતા.

આ બેઠકમાં ગત વર્ષનું કાર્યવૃત, સંઘ કાર્યના વિસ્તરણ માટેની આગામી વર્ષની યોજના, સંઘ શિક્ષા વર્ગની યોજના તેમજ હાલની સ્થિતિ અંગે ચર્ચા કરાશે.આ બેઠકમાં સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે, સહ સરકાર્યવાહક કૃષ્ણગોપાલજી, મનમોહન વૈદ્ય, મુકુંદજી, રામદત્તજી, અરૂણ કુમાર અને સંઘના અન્ય તમામ પદાધિકારીઓ ભાગ લેશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે  પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ વર્ષે 11 થી 13 માર્ચ, 2022 દરમિયાન ગુજરાતના કર્ણાવતીમાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘમાં વિવિધ પ્રકારની બેઠકો યોજાય છે. નિર્ણયના દૃષ્ટિકોણથી સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ બેઠક પ્રતિનિધિ સભાની છે. ભૂતકાળમાં  પ્રતિનિધિ સભા નાગપુરમાં યોજાઈ હતી, નાગપુરની બહાર પ્રથમ વખત પ્રતિનિધિ સભા 1988માં ગુજરાતમાં રાજકોટ  ખાતે યોજાઈ હતી.

આ પણ વાંચો : Kutch: લખપતના સાયણ પાસે મીની ટેમ્પો પલ્ટી જતા 25થી વધુ બાળકીઓ ઇજાગ્રસ્ત, સારવાર માટે ભુજ ખસેડાઇ

આ પણ વાંચો : Rajkot: થોરાળા વિસ્તારમાં મોબાઈલ ચોરને ઠપકો આપતાં મોત મળ્યું, રસ્તા પર જ હત્યા કરી નાખી

 

Next Video