અમદાવાદનો SG હાઈવે અકસ્માતોનું સતત જોખમ, ત્રણ કાર એકબીજા સાથે અથડાઈ, જુઓ
અમદાવાદ શહેરમાં આવેલ સરખેજ ગાંધીનગર હાઈવે દિવસે દિવસે જોખમી બની રહ્યો છે. અકસ્માતો અહીં અવાર નવાર સામે આવી રહ્યા છે અને વધુ એકવાર અકસ્માત નોંધાયો છે. થલતેજ અંડર બ્રિજ પાસે ત્રણ વાહનો એક બીજા સાથે અથડાઈ પડવાની ઘટના સામે આવી છે. કાર અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.
અમદાવાદ શહેરમાં આવેલ સરખેજ ગાંધીનગર હાઈવે પર ટ્રાફિક વધતો જઈ રહ્યો છે. સાથે જ એસજી હાઈવે પર અકસ્માતોનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. બેફામ અને બેદરકારભર્યુ ડ્રાઈવીંગ અકસ્માતના બનાવોમાં સતત વધારો કરી રહ્યુ છે. આવી જ રીતે સોમવારે થલતેજ વિસ્તારમાં ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર તે વાયરલ થવા લાગ્યો છે.
આ પણ વાંચોઃ ભારત ઈતિહાસ રચવા તરફ માત્ર એક કદમ દુર, પાકિસ્તાનને પાછળ છોડશે
એક કારની પાછળ બીજી બે કાર અકસ્માતે અથડાઈ હતી. જેને લઈ ત્રણેય કારને મોટું નુક્સાન સર્જાયુ હતુ. અકસ્માત સર્જાવાને લઈ ટ્રાફિક જવા લાગ્યો હતો. પરંતુ આખરે સ્થળ પર પોલીસ પહોંચતા અને હાઈવેને ખુલ્લો કરાવતા અકસ્માત ગ્રસ્ત વાહનોને બાજુ પર કરાવ્યા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો એ અંગે પણ હવે તપાસ શરુ કરાઈ છે.
