Junagadh: કેશોદની માહી ડેરીમાં દૂધ ઢોળવાની ઘટના, ડેરીમાં અજાણ્યા શખ્સો હજારો લીટર દૂધ ઢોળી થયા ફરાર

|

Sep 22, 2022 | 5:16 PM

જૂનાગઢના કેશોદમાં માહી ડેરીમાં દૂધ ઢોળવાની ઘટના બની છે. બુધવારે માલધારીઓના આંદોલન સમયે અજાણ્યા શખ્સો ડેરીમાં હજારો લીટર દૂધ ઢોળી ફરાર થયા હતા. જયાં સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે માહી ડેરી પહોંચી તપાસ હાથ ધરી છે.

Junagadh: જૂનાગઢના કેશોદમાં માહી ડેરીમાં દૂધ ઢોળવાની ઘટના બની છે. બુધવારે માલધારીઓના આંદોલન સમયે અજાણ્યા શખ્સો ડેરીમાં હજારો લીટર દૂધ ઢોળી ફરાર થયા હતા. જયાં સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે માહી ડેરી પહોંચી તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સોએ અન્ય જગ્યાએ પણ ડેરી ચાલકોને ડેરી બંધ કરવા ધમકાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. માંગરોળ રોડ પર અજાણ્યા શખ્સો ટુ-વ્હીલર પર આવ્યા હતા ડેરીમાં તોડફોડ કરી હતી.

જેતલસર જંકશન નજીક હિટ એન્ડ રનની ઘટના

જૂનાગઢ હાઇવે પર ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેતલસર જંકશન ઓવરબ્રિજ પાસે પુરપાટે આવતા વાહન ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી હતી. જેને કારણે તેનુ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. મોડી રાત્રે થયેલી આ ઘટના બાદ વાહનચાલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,હાલ વાહન ચાલકને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તો મળતી માહિતી મુજબ મૃતદેહને જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Next Video