વિસનગરમાં તસ્કરોથી સ્થાનિકોમાં ફફડાટ,રુ 4.53 લાખની મત્તાની ચોરી, જુઓ CCTV વીડિયો

| Edited By: | Updated on: Nov 20, 2023 | 7:12 PM

શિયાળાની ઠંડીનો ચમકારો વધવા સાથે જ હવે ચોરીઓનુ પ્રમાણ વધવા લાગ્યુ છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોરીના વધતા બનાવો સાથે જ હવે તસ્કરો બેફામ બન્યા છે. મહેસાણા જિલ્લાના વિસનગર વિસ્તારમાં પણ તસ્કરીનુ પ્રમાણ વધવા લાગતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ થવા લાગ્યા છે. વિસનગર વિસ્તારમાં થયેલી વધુ એક ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.

વિસનગર વિસ્તારમાં આવેલ કટોસણ વિસ્તારમાં આવેલ એક ઈન્ડસ્ટ્રીઝમાં ચોરીની ઘટના સામે આવી છે. બેફામ બન્યા હોય એમ વિસનગર વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. તસ્કરો બેફામ થવાની ઘટનામાં કિસ્સાઓની સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે. વિસનગરમાં રહેણાંક વિસ્તારમાં પણ તસ્કરો ઘૂસી આવ્યા હતા.

આ પણ વાંચોઃ પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો

રહેણાંક અને ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં પોલીસનુ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી જરુરીયાત વર્તાઈ રહી છે. મહેસાણા જિલ્લાની આ ઘટનામાં સાડા ચાર લાખ રુપિયાની મત્તાની ચોરી થઈ હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાને લઈ તસ્કરોથી હવે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસે ચોરીની ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 20, 2023 07:11 PM