દેવભૂમિ દ્વારકા વીડિયો : ખંભાળીયા માર્કેટ યાર્ડમાં જીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીની અટકાયત
13 જાન્યુઆરીનો રોજ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં શેડ નંબર -5માં જીરુની ચોરી થઈ હતી. જેમાં જીરુના 6 કટ્ટાની ચોરી થઈ હતી. બે શખ્સોએ 1 લાખના જીરુની ચોરીને કરી હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે CCTVના આધારે જીરુની ચોરી કરનાર લોકોની અટકાયત કરી છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા માર્કેટ યાર્ડમાં જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો છે. 13 જાન્યુઆરીનો રોજ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં શેડ નંબર -5માં જીરુની ચોરી થઈ હતી. જેમાં જીરુના 6 કટ્ટા ચોરી થયા હતા. બે શખ્સોએ 1 લાખના જીરુની ચોરીને કરી હોવાનું સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોલીસે CCTVના આધારે જીરુની ચોરી કરનાર લોકોની અટકાયત કરી છે. અને જીરું અને ટેમ્પો સહિત 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અગાઉ દ્વારકા પોલીસ મથકમાં ચોરીની ઘટના સામે આવી હતી.મોહિત શર્મા નામના એક યુવકે ધોળા દિવસે દ્વારકા પોલીસ મથકમાં ઘૂસ્યો હતો અને હળવેથી વાનને ચાલુ કરીને હંકારીને લઇ ગયો હતો.પોલીસના કમ્પાઉન્ડમાંથી પોલીસની જ વાન ચોરી થઇ ગઇ હતી.
