દાહોદમાં એક જ રાતમાં 8 મકાનના તાળા તૂટયા, જુઓ Video

|

Apr 10, 2023 | 9:10 AM

રાત્રિ દરમ્યાન અલગ અલગ બિલ્ડિંગોને નિશાન બનાવી હતી. દાહોદના અક્ષર 1 અને 2માં પાંચ ફ્લેટના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું છે, એક ફલેટમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી.

રાત્રિ દરમ્યાન ચોરીના બનાવો અનેક જગ્યાએ બનતા રહે છે. ત્યારે દાહોદમાં પણ ચોરીની મોટી ઘટના સમે આવી છે. રાત્રિ દરમ્યાન તસ્કરોએ 8 જેટલા મકાનના તાળાં તોડયા હોવાની ઘટના સામે આવી છે. દાહોદમાં બિલ્ડિંગમાં બનેલી આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો.

અલગ અલગ એપાર્ટમેન્ટને બનાવ્યા નિશાન

આ તસ્કરોએ રાત્રિ દરમ્યાન અલગ અલગ બિલ્ડિંગોને નિશાન બનાવી હતી. દાહોદના અક્ષર 1 અને 2માં પાંચ ફ્લેટના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું છે. રાધે રેસીડેન્સીના બે ફલેટ અને દ્રષ્ટિ એપાર્ટમેન્ટના એક ફલેટમાં તસ્કરોએ ચોરી કરી હતી. આ રીતે ચોર ટોળકીએ એક બાદ એક ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના બાદ સામે આવ્યું હતું કે, એક ફલેટમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી.

સમગ્ર ઘટના CCTV માં કેદ

રાત્રિ દરમ્યાન ચોરી કરતાં ચોરોને હવે જાણે CCTVનો પણ ડર નહિ હોય તેમ બે ફિકર ચોરીને અંજામ આપી રહ્યા છે. દાહોદમાં થયેલ ચોરીની ઘટનામાં ચોરી કરતા તસ્કરો CCTVમાં કેદ થયા હતા. શહેરમાં ચોરીની વધતી ઘટનાને લઇને પાલિકા પ્રમુખ રીના પંચાલે ઈન્ચાર્જ SPને લેખિત રજૂઆત કરી તસ્કરો પર લગામ કસવા માગ કરી છે.

આ પણ વાંચો : મહિલાઓએ શરીર પર સેલોટેપ લગાડીને સંતાડી દારૂની બોટલો, એસટી બસમાં બેસી દારુની હેરાફેરી કરે તે પહેલા ઝડપાઈ

ચોર ગેંગને પકડવા પોલિસની કવાયત

દાહોદમાં બનેલી આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. એક સાથે 8 ઘરોના ચોરીના બનાવને અંજામ આપનાર આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. હાલ તો CCTVના આધારે આ ચોર ટોળકીને પકડી પાડવા પોલસી કામે લાગી છે. ચોર ટોળકી પકડાયા બાદ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ છે. આ ચોર ટોળકીની ચોરી કરવાની રીત પરથી જણાઈ આવે છે કે તેણે અગાઉ પણ ચોરી કરી હોવી જોઈએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video