દિલ્લી-મુંબઈ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ થયા,વાહનોની લાંબી કતાર પડી, જુઓ Exclusive Drone Video

| Updated on: Jul 25, 2023 | 2:23 PM

Traffic jam on Nationa Highway :બિસમાર રસ્તા અને ટ્રાફિકના ભારણના કારણે દિલ્લી મુંબઈ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. આજે સતત ત્રીજા દિવસે નેશનલ હાઇવે ઉપર આ પરિસ્થિતિનો વાહનચાલક સામનો કરી રહ્યા છે.

 Traffic jam on Nationa Highway : બિસમાર રસ્તા અને ટ્રાફિકના ભારણના કારણે દિલ્લી-મુંબઈ(Mumbai) નેશનલ હાઇવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. આજે સતત ત્રીજા દિવસે નેશનલ હાઇવે ઉપર આ પરિસ્થિતિનો વાહનચાલક સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સિક્સ લેન રોડ દેશના અતિવ્યસ્ત માર્ગની ગણતરીમાં આવે છે જ્યાં ટ્રાફિક જમણી સમસ્યાઓ દેશના અર્થતંત્રને પણ વધી ઓછી માંથી અસર કરે છે.

મુંબઈ – દિલ્લીને જોડતો હાઇવે 7 થી વધુ ઔદ્યોગિક વસાહત અને ગોલ્ડન કોરિડોરમાંથી પસાર થાય છે. ઔદ્યોગિક એકમોના તૈયાર ઉત્પાદનો એક્સપોર્ટ માટે પોર્ટ સુધી આ માર્ગ દ્વારા મોકલાય છે તો બીજી તરફ રો મટીરીયલ પણ આ માર્ગ ઉપરથી જ આવે છે. વાહનવ્યવહાર થંભી જવાથી અથવા ધીમો પડવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં કન્સાઇન્મેન્ટ મોડા પડે છે. આ બાબતની અસર અર્થતંત્ર ઉપર પણ પડી રહી છે.

નેશનલ હાઇવે 48 દેશની રાજધાની દિલ્લીને આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડે છે. અંકલેશ્વર નજીક લાંબી વાહનોની કતાર પડી રહી છે. સતત ત્રીજા દિવસે ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે.

જુના નેશનલ હાઇવે ઉપર પણ ટ્રાફિકની સમસ્યા

નેશનલ હાઇવે ઉપરાંત ટ્વીન સીટી ભરૂચ – અંક્લેશ્વરને જોડતા ભરૂચ – અંકલેશ્વર રોડ ઉપર પણ ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાય છે. નોકરિયાતોને કામ ઉપર જવા – આવવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બિસમાર રસ્તા અને નર્મદા મૈયા બ્રિજ એક્સીડેન્ટ ઝોન બની જતા અહીં વાહનચાલકો માટે પડકારજનક સ્થિતિ સર્જાય છે.

વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો

ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જતા હાઇવે ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જોકે અહીં ટ્રાફિકનું મુખ્ય કારણ ટ્રાફિક નિયમોનો ભંગ નહીં પરંતુ બિસમાર રસ્તા હોવાના કારણે પોલીસ પણ લાચારી વ્યક્ત કરે છે.

 

 

Published on: Jul 25, 2023 02:12 PM