આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નહીં, ડિસેમ્બર મહિનામાં ઠંડી વધવાની શક્યતા પણ નહીંવત

| Edited By: | Updated on: Dec 18, 2022 | 12:24 PM

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની કોઈ આગાહી નથી.

છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ઠંડીની સાથે વાદળછાયા વાતાવરણનો પણ અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન પણ હૂંફાળું વાતાવરણ અનુભવાય છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો કમોસમી વરસાદ પણ વરસ્યો. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલમાં ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. એટલુ જ નહીં થોડા દિવસ એટલે કે ડિસેમ્બર મહિનામાં ઠંડી ન પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગ પ્રમાણે, આગામી પાંચ દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.. તેમ છતાં બેવડી ઋતુનો અહેસાસ થશે. કારણ કે હાલમાં સામાન્ય કરતા 5 ડિગ્રી જેટલું વધુ તાપમાન છે. હવામાન વિભાગ પ્રમાણે, ચાલુ મહિનામાં આકરી ઠંડી નહીં પડે. કારણ કે ઠંડા પવનો ફૂંકાવાની કોઈ આગાહી નથી. ચાલુ મહિને સામાન્ય કે તેથી વધારે તાપમાન રહી શકે છે. જોકે જાન્યુઆરીની શરૂઆતથી આકરી ઠંડીની શરૂઆત થશે.

ગુજરાતના વાતાવરણમાં પલટો નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે ડાંગ તથા વાસંદામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બદલાયેલા વાતાવરણને પગલે દિવસ દરમિયાન હૂંફાળું વાતાવરણ તો રાત્રે દેવભૂમિ દ્વારકા, ડાંગ, રાજકોટ નલિયા સહિતના શહેરોમાં ઠંડીનો પારો નીચો જશે.

Published on: Dec 18, 2022 10:02 AM