Gujarati Video : બનાસકાંઠાના થરાદના ઓત્રોલ માઇનોરની એક કેનાલમાં પડ્યું ગાબડું, જુઓ Videoમાં ખેતરોના ઉભા પાકને થયેલા નુક્શાનીના દ્રશ્યો

|

Feb 14, 2023 | 11:56 AM

કેનાલમાં ગાબડું પડવાના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો, એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું.

બનાસકાંઠા જિલ્લાના થરાદના ઓત્રોલ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડવાના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો, એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું. કેનાલમાં ગાબડું પડવાથી વિવિધ પાકમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે કે આ રીતે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોએ અથાગ મહેનત કરીને પકવેલા મહામૂલા પાકને નુકસાન પહોંચે છે. કેનાલની અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કારણે વારંવાર કેનાલમા ગાબડા પડતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત, વળતરની રકમ નક્કી કરવાની ઉગ્ર માગ

વારંવાર પડતાં ગાબડાંથી સર્જાય છે પ્રશ્નો

વારંવાર કેનાલમાં પડતા ગાબડાં એ ખેડૂતો માટે મોટી મુશ્કેલીનું કારણ બને છે ત્યારે જ્યાંથી કેનાલ પસાર થતી હોય અને આસપાસ ખેતર હોય તેવી જગ્યાએ કેનાલનું બાંધકામ કાચું હોવાનો પ્રશ્ન ઉભો થાય છે. આવી જગ્યાઓએ માટી અને સિમેન્ટની કોથળીઓ મૂકીને પુરાણ કરવામાં આવતું હોય છે અને પાણીનો પ્રવાહ આવતા માટી ધસી પડતી હોય છે તેના કારણે ગાબડાં પડવાની સમસ્યા સર્જાતી હોય છે અને મહામહેનતે પકવેલા પાકનો સોંથ વળી જતો હોય છે.

Published On - 11:10 am, Tue, 14 February 23

Next Video