થિયેટરમાં બહારનું ફૂડ લઇ જઈ શકાય? જાણો શું કહે છે કાયદો, આ અંગે ક્યાં કરવી ફરિયાદ?
મનોરંજનનાં સ્થળો પર લોકોને પોતાની સાથે પાણી અને ખાણીપીણીની વસ્તુઓ લઈ જતા રોકવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો આ અંગે શું કહે છે કાયદો?
Gandhinagar: થિયેટર્સ, મલ્ટિપ્લેક્સ (theatres and multiplex) તથા અન્ય મનોરંજનના સ્થળો પર લોકો પોતાની સાથે પાણી અને ખાણીપીણીની (Water and Food) વસ્તુઓ લઈ જઈ શકે છે. ગ્રાહકોને આ અધિકાર ગ્રાહક સુરક્ષા હેઠળ મળે છે. જો કે ગ્રાહકોમાં આ અધિકારો વિશે અભાવ હોય છે કે, આ મુદ્દે કાયદાકીય જાગૃકતા નથી. જેથી મોટાપ્રમાણમાં લોકો છેતરાય છે. બસ આ જ મોનોપોલી ઉભી કરીને થિયેટર્સ કે મલ્ટિપ્લેક્સના માલિકો દર્શકોને સિનેમાગૃહમાં બહારથી કોઇ ચીજ લઇ જવા પર પ્રતિબંધ મુક્યો છે.
આવો કોઈ પ્રતિબંધ નહીં
કાયદાકીય રીતે આવો કોઇ પ્રતિબંધ નથી. અને મલ્ટિપ્લેક્સના કે થિયેટર્સ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવી જાય છે. જેમાં કોઈપણ ગ્રાહકોને પોતાનો જ માલ ખરીદે તેવી બળજબરી ન કરી શકાય. મહત્વનું છે કે, ગ્રાહકોની ફરિયાદ અને નિવારણ માટે સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના કરી છે.
આ અંગે ક્યાં કરવી ફરિયાદ?
જે અંતર્ગત ફરિયાદોનો ઉકેલ લાવવા માટે જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવી છે. ગ્રાહકો આવી કોઇપણ ફરિયાદ કેન્દ્રીય સત્તામંડળ કે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી શકશે અને જિલ્લા કલેકટર તે અંતર્ગત નિર્ણય લઇ શકશે. આથી આ પ્રકારની પ્રવૃત્તિઓ એ ગ્રાહકોની સુરક્ષા સંબંધી કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને એ ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ થઇ શકે.
આ પણ વાંચો: ભાવનગરમાં રવિપાકનું ફુલ ગુલાબી ચિત્ર, જાણો આ વર્ષે વાવણીમાં કેમ જોવા મળ્યો છે નોંધપાત્ર વધારો?