AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં રવિપાકનું ફુલ ગુલાબી ચિત્ર, જાણો આ વર્ષે વાવણીમાં કેમ જોવા મળ્યો છે નોંધપાત્ર વધારો?

ભાવનગરમાં રવિપાકનું ફુલ ગુલાબી ચિત્ર, જાણો આ વર્ષે વાવણીમાં કેમ જોવા મળ્યો છે નોંધપાત્ર વધારો?

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 9:57 AM
Share

આ વર્ષે મોટા પ્રમાણમાં જળાશયો ભરાયેલા છે. ત્યારે પાણીની અગવડતાનો કોઈ સવાલ નથી. જેના કારણે રવિ પાકની વાવણીમાં નોંધપાત્ર વધારો થયો છે.

Rabi crop: ચાલુ વર્ષે ચોમાસુ (Monsoon 2021) સારુ રહેતા અને નોંધપાત્ર પાછોતરો વરસાદ પડતા રવીપાકના (Rabi Crop) વાવેતરમાં વધારો જોવા મળ્યો છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાની વાત કરવામાં આવે તો ગત વર્ષે જિલ્લામાં 1 લાખ 10 હજાર હેક્ટરમાં રવીપાકનું વાવેતર થયું હતું. તેની સરખામણીમાં ચાલું વર્ષે 1 લાખ 40 હજાર હેક્ટરમાં રવીપાકનું વાવેતર થયું છે. સમગ્ર જિલ્લામાં ઘઉં, ચણા, ડુંગળી, જીરૂ તેમજ ઘાસચારાનું વાવેતર ઠંડીમાં આગળ ધપી રહ્યું છે.

શું છે વાવેતર વધવાનું કારણ?

ભાવનગર જિલ્લામાં આ વર્ષે તમામ મોટા જળાશયોમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ થયેલો છે. તો ખેડૂતો માટે સિંચાઈના પાણીની પણ પુરતી વ્યવસ્થા છે. જણાવી દઈએ કે જિલ્લામાં રવીપાકમાં 35600 હેક્ટરમાં સર્વાધિક વાવેતર ડુંગળીનું થયું છે. રાજ્યના ડુંગળીના કુલ વાવેતરના 43.79 ટકા એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે. આમ જોઈતે ચાલુ વર્ષે જિલ્લામાં રવીપાકનું ગુલાબી ચીત્ર જોવા મળી રહ્યું છે.

તો એમ કહી શકાય કે મોટા પ્રમાણમાં જળાશયો ભરાયેલા છે. ત્યારે પાણીની અગવડતાનો કોઈ સવાલ જોવા નથી મળી રહ્યો. ખેડૂતોને સિંચાઈ માટે પાણી સરળતાથી મળી રહેતું હોવાના કારણે રવિ પાકના વાવેતરમાં વધારો જોવા મળ્યો હોવાના કારણ આપવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો: Rajkot: મનપાના એન્જિનિયરે કેમ ટુંકાવ્યું પોતાનું જીવન? ડેમમાં કુદતા પહેલા ફોન પર કરી હતી આ રીતે વાત

આ પણ વાંચો: IPO PERFORMANCE 2021 : નવી કંપનીઓ માટે રોકાણકારો બુસ્ટર ડોઝ સાબિત થયા, 63 કંપની વચ્ચે જ 1.18 લાખ કરોડ ભેગા થયા, વાંચો વર્ષની નવાજુની

g clip-path="url(#clip0_868_265)">