ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું સૂચક નિવેદન, કહ્યું ટોચ ઉપર પહોંચવા ઘણા વાવાઝોડાનો સામનો કરવો પડે છે
સમાજને સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું જ્યાં સુધી મારો સમાજ મારી સાથે છે ત્યાં સુધી ભલે ગમે તેવા વાવાઝોડા આવે પણ નરેશ પટેલને કોઈ વાવાઝોડું હલાવી શકે નહી
સુપ્રસિદ્ધ ખોડલધામના(Khodaldham) પાંચમાં પાટોત્સવનું(Patotsav) આમંત્રણ આપવા રાજ્યભરનો પ્રવાસ ખેડી રહેલા નરેશ પટેલ(Naresh Patel) વલસાડ જિલ્લાના વાપીમાં (Vapi) આવી પહોંચ્યા હતા. વાપીમાં પાટીદાર સમાજને સંબોધતા નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. સમાજને સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે ટોચ ઉપર પહોંચતા ઘણા વાવાઝોડાનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યાં સુધી મારો સમાજ મારી સાથે છે ત્યાં સુધી ભલે ગમે તેવા વાવાઝોડા આવે પણ નરેશ પટેલને કોઈ વાવાઝોડું હલાવી શકે નહી સાથે જ સમાજના લોકોને સારા વ્યક્તિઓને રાજકારણમાં લાવવા પણ અપીલ કરી હતી.
આ પૂર્વે વડોદરામાં તેમણે કહ્યું હતું કે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ ત્રણ મહિનામાં પરત ખેંચાશે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પંચમ પાટોત્સવ ઉજવણીના ભાગરૂપે વડોદરા પહોંચ્યાં હતા.જ્યાં તેમણે કહ્યું કે ત્રણ મહિનામાં તમામ કેસ પરત ખેંચી લેવાશે.કેસ પરત ખેંચવા અંગે મુખ્યપ્રધાને હૈયાધારણા આપી છે.
જ્યારે તેની બાદ દાહોદના ઝાલોદ ખાતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પહોંચ્યા હતા. અહીં 6 ગામના પાટિદાર સમાજનો સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો હતો. અહીં નરેશ પટેલે પાટીદાર સમાજને ખોલધામના 5માં પટોત્સવ માટે આમંત્રણ આપ્યું હતું સાથે પાટીદાર સમાજને આહ્વાાન કર્યું હતું કે સમાજ એક થાય તે જરૂરી છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પોતાના ટ્રસ્ટી ગણ સાથે ગુજરાતના પ્રવાસે છે. કાગવડ ખોડલધામને 5 વર્ષ પૂર્ણ થતાં હોવાથી પંચવર્ષીય પાટોત્સવ ઉજવણીનું આમંત્રણ આપવા નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. મહત્વનું છે કે ખોડલધામને 21 જાન્યુઆરી 2022એ પાંચ વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે ભવ્ય પંચવર્ષિય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સ પર વ્યાજ માફી યોજનાની જાહેરાત કરી
આ પણ વાંચો : Ahmedabad : લવજેહાદનો વધુ એક કેસ સામે આવ્યો, વસ્ત્રાપુર પોલીસે એક આરોપીને ઝડપી લીધો