અમદાવાદ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સ પર વ્યાજ માફી યોજનાની જાહેરાત કરી

અમદાવાદ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સ પર વ્યાજ માફી યોજનાની જાહેરાત કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 7:57 PM

1 જાન્યુઆરી 2022 થી આ યોજનાનો પ્રારંભ થશે.જેમાં 31 જાન્યુઆરી સુધી રહેઠાણ પ્રોપર્ટીમાં 80 ટકા અને કોમર્શિયલમાં 60 ટકા વ્યાજ માફ થશે.

અમદાવાદ(Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સ પર (Property Tax)વ્યાજ માફીની (Interest)  યોજના જાહેર કરી છે. જેમાં રેવન્યુ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે..પ્રોપર્ટી ટેક્સ પર ચઢેલુ વ્યાજ માફ કરવાનો એએમસીએ નિર્ણય કર્યો છે.1 જાન્યુઆરી 2022 થી આ યોજનાનો પ્રારંભ થશે.જેમાં 31 જાન્યુઆરી સુધી રહેઠાણ પ્રોપર્ટીમાં 80 ટકા અને કોમર્શિયલમાં 60 ટકા વ્યાજ માફ થશે.

ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રહેઠાણમાં 75 ટકા અને કોમર્શીયલમાં 55 ટકા વ્યાજ માફ થશે.જ્યારે 1 માર્ચથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ ભરનારને રહેણાકમાં 70 ટકા અને કોમર્શીયલમાં 50 ટકા વ્યાજ માફી મળશે.ત્રણ માસ માટે વ્યાજ માફીની યોજના જાહેર કરી છે.આ યોજનાને કારણે એએમસીને પ્રોપર્ટી ટેક્સ પેટે 350 કરોડ એકઠા થવાનો અંદાજ છે.

અમદાવાદ શહેરમાં પ્રોપર્ટી ટેક્સ પર દંડનીય વ્યાજ વસૂલાતના પગલે લોકો ટેક્સ ભરતા નથી. જેમાં અનેક કિસ્સામોમાં તો ટેક્સ કરતાં વ્યાજની રકમ વધી જતી હોય છે. તેમજ તેમ છતાં કોર્પોરેશન વારંવાર નોટિસ મોકલે છે. તેમજ કોઇ એક્શન લેતી નથી. જેના પગલે ટેક્સ પર વ્યાજની રકમ વધતી જાય છે.

તેમજ શહેરમાં બાકી રહેલા ટેક્સ પર દંડનીય 12 ટકા જેટલું વ્યાજ વસુલવામાં આવે છે. જેના પગલે લોકો આ વ્યાજ માફી કરાવવા માટે કોર્પોરેશનના ચક્કર લગાવે છે. જો કે તેમ છતાં લોકોને માત્ર ધક્કા જ ખાવા પડે છે. તેવા સમયે વ્યાજ માફીની રાહ જોઈને બેસેલા લોકો આ રકમ તાત્કાલિક ભરી દે છે. જેના પગલે કોર્પોરેશન પણ ટેકસની બાકી આવક મળે છે.

આ પણ વાંચો : Ahmedabad : 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન અપાશે, જાણો AMC દ્વારા કેવી કરાઇ છે તૈયારી ?

આ પણ વાંચો : KUTCH : સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ આરોગ્ય સેવાના ખાતમુહર્ત અને ઉદ્દધાટન થયા

g clip-path="url(#clip0_868_265)">