Gujarati Video : લો બોલો ! ચોરી પકડતા CCTV કેમેરાની જ ચોરી, રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પર લાગેલા CCTV કેમેરા ચોરાયા
RMCના અધિકારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 6 જુલાઇના રોજ પાલિકા સંચાલિત CCTV કેમેરો બંધ હાલતમાં હતો. તેથી મનપાના અધિકારીએ તપાસ હાથ ધરતા આ કેમેરાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે એક મહિના બાદ હવે ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ (Rajkot) શહેરમાં તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડના પ્રવેશદ્રાર પર લાગેલા CCTV કેમેરાની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ અંગે RMCના અધિકારીએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
RMCના અધિકારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 6 જુલાઇના રોજ પાલિકા સંચાલિત CCTV કેમેરો બંધ હાલતમાં હતો. તેથી મનપાના અધિકારીએ તપાસ હાથ ધરતા આ કેમેરાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે લોકોના મનમાં સવાલ છે કે એક મહિના પહેલા ચોરી થઈ હતી ત્યારે હવે કેમ ફરિયાદ નોંધાઈ. તો દોઢ લાખની કિંમતના CCTV કેમેરાની ચોરી થતા RMCએ બીજો કેમેરો લગાવ્યો છે. જો કે જાહેર રસ્તા પરથી ચોરીની ઘટનાએ પોલીસના પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
Latest Videos