ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે પલટાયું વાતાવરણ, વરસ્યો વરસાદ, જુઓ વીડિયો

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે પલટાયું વાતાવરણ, વરસ્યો વરસાદ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 15, 2025 | 8:24 PM

છેલ્લા કેટલાંક દિવસોથી ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે અને એવામાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

છેલ્લા કેટલાંક દિવસોથી ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે અને એવામાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જો કે, ગુજરાતના અરવલ્લીમાં વતાવરણે પલટો માર્યો છે. અરવલ્લીમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે.  અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસાદનું એક ઝાપટું પડ્તા વાતાવણમાં ક્ષણિક ઠંડક પ્રસરી જવા પામી હતી.

અરવલ્લીના ભિલોડા પંથકમાં થયેલ આ વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો આવ્યો છે. જણાવી દઈએ કે, વરસાદ પડે તે પહેલા અરવલ્લીમાં જે તાપમાન હતું એ 40 ડિગ્રી હતું. ગરમીની વચ્ચે પડેલ આ વરસાદી ઝાપટાથી લોકોને અસહ્ય ગરમીમાં રાહત મળી હતી. જો કે આજે જ હવામાન વિભાગે જે પ્રકારે ચોમાસાની આગાહી કરી છે તે જોતા અરવલ્લીના રહીશોને એવી આશા છે કે, આ ચોમાસામાં મૂશળધાર વરસાદ વરસશે.

બીજી બાજુ બાકીના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજકોટમાં 42.8 ડિગ્રી સાથે ગરમીનો પારો સૌથી ઉચકાયેલો રહ્યો છે. જ્યારે ગાંધીનગરમાં અને અમદાવાદમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી નોંધાયો છે. અમરેલીમાં 42 ડિગ્રી અને ડીસામાં 41.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 15, 2025 08:21 PM