માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -2 ડિગ્રી પહોંચ્યો, જનજીવન પર અસર

| Edited By: | Updated on: Jan 09, 2022 | 11:55 AM

ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. 6.9 ડિગ્રી સાથે રાજ્યમાં નલિયા ઠંડુગાર બની ગયું છે. તો હવામાન વિભાગે કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી કરી છે. ભૂજ, કંડલા, અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વડોદરા, સુરત, નલીયા, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેન્દ્રનગરમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.

માઉન્ટ આબુમાં (Mount Abu)તાપમાનનો પારો ગગડીને માઈનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયો. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તાપમાન માઈનસમાં જતાં ઠેરઠેર કાર પર બરફની ચાદર પથરાઈ હતી. તો વૃક્ષોના પાંદડા પર પણ બરફ છવાયેલો જોવા મળ્યો હતો. બીજી તરફ કડકડતી ઠંડીથી (Cold) બચવા માટે લોકો તાપણું કરતાં જોવા મળ્યા હતા. તો કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) ઝાપટા પણ પડયા હતા. જેના કારણે ઠંડીમાં વધારો થયો હતો.

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો

નોંધનીય છેકે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. 6.9 ડિગ્રી સાથે રાજ્યમાં નલિયા ઠંડુગાર બની ગયું છે. તો હવામાન વિભાગે કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી કરી છે. ભૂજ, કંડલા, અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વડોદરા, સુરત, નલીયા, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેન્દ્રનગરમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.

દેશના પહાડી વિસ્તારો જેવા કે કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોરદાર હિમવર્ષા (Snowfall) થઈ રહી છે. બીજી તરફ ઉત્તર ભારતના મેદાની વિસ્તારના રાજ્યો, દિલ્હી-NCR, યૂપી, હરિયાણામાં ચોમાસા જેવો ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પારો નીચે ગગડ્યો છે. મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો (Cold winds) ફુંકાવાને કારણે ગુજરાતમાં પણ ઠંડીની અસર (cold) વર્તાઇ રહી છે.

આ પણ વાંચો : Ahmedabad: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ઈકો કારમાં સવાર 5 લોકોને કાળ ભરખી ગયો

આ પણ વાંચો : સુરતની વધુ બે શાળાના 14 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, પાલિકા દ્વારા શાળા બંધ કરાઈ