સુરતમાં પોલીસે કર્યું એવું કામ કે લોકો બોલી ઉઠ્યા સલામ બોસ… શું છે સમગ્ર મામલો? જાણો વીડિયો દ્વારા

|

Jun 29, 2024 | 10:01 AM

સુરત : સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા જ લોકોને પરસેવો છૂટી વળતો હોય છે. પરંતુ, સુરત પોલીસે એક એવી પ્રશંસનીય કામગીરી પાર પાડી કે જેને પગલે એક વૃદ્ધા ભાવુક થઈ ગયા હતા.

સુરત : સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા જ લોકોને પરસેવો છૂટી વળતો હોય છે. પરંતુ, સુરત પોલીસે એક એવી પ્રશંસનીય કામગીરી પાર પાડી કે જેને પગલે એક વૃદ્ધા ભાવુક થઈ ગયા હતા.

ઘટના સુરત શહેરના રાંદેરમાંથી સામે આવી છે. એક અત્યંત વૃદ્ધ અને નિઃસહાય દંપતીની મદદ માટે રાંદેર પોલીસ આગળ આવી છે. દંપતીને કોઈ સંતાન કે સગા-વ્હાલા ન હોવાથી દંપતી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ હતું. એક તરફ પતિની તબિયત ખરાબ હોવાથી વૃદ્ધા મુશ્કેલીઓથી ઝઝૂમી રહ્યા હતા. ઉપરથી ચોમાસાની સિઝનમાં ઘરમાં ઘૂસતા વરસાદી પાણીએ તેમની મુશ્કેલી વધારી દીધી હતી.

કંઈક મદદ મળશે તે આશાએ વૃદ્ધાએ પોલીસની મદદ માંગી અને પોતાની ફરજમાં ન આવતું હોવા છતાં રાંદેર પોલીસ ત્વરીતપણે વૃદ્ધાની મદદે દોડી આવી હતી. વરસાદી પાણીની સમસ્યા દૂર કરવા પોલીસે દંપતીને પતરાના શેડ નંખાવી આપ્યા હતા. એટલું જ નહીં, ઈમરજન્સીમાં મદદ મળી રહે તે માટે વૃદ્ધાને એક મોબાઈલ પણ આપવામાં આવ્યો છે. પોલીસે જાણે “સંતાન”ની ગરજ સારી હોય તેવો ઘાટ છે ત્યારે પોલીસકર્મીઓનું આ વર્તન જોઈ વૃદ્ધા અત્યંત ભાવુક થઈને રડી પડ્યા હતા.

Next Video