Gujarati Video સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ સમેટાઈ, 20 હજાર મિનિમમ કમિશનની માગનો રાજ્ય સરકારે કર્યો સ્વીકાર

|

Sep 03, 2023 | 12:08 AM

Gandhinagar: સસ્તા અનાજના દુકાનના સંચાલકોએ હડતાળ સમેટી લીધી છે. રાજ્ય સરકારે 20 હજાર મિનિમમ કમિશનની માગનો સ્વીકાર કરતા હડતાળ સમેટાઈ છે. ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાં કમિશનની 20 હજારથી ઓછી માસિક આવક ધરાવતા દુકાનદારને રાજ્ય સરકાર હવે સહાય કરશે.

Gandhinagar: હવે તહેવાર સમયે જ ગરીબ વર્ગને અનાજથી વંચિત નહીં રહેવુ પડે. સસ્તા અનાજના સંચાલકોએ તેમની રાજ્ય વ્યાપી હડતાળ સમેટી લીધી છે. રાજ્ય સરકારે 20 હજાર મિનિમમ કમિશનની માગનો સ્વીકાર કરતા હડતાળ સમેટાઈ છે. ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાં કમિશનની 20 હજારથી ઓછી માસિક આવક ધરાવતા દુકાનદારને રાજ્ય સરકાર હવે સહાય કરશે. એટલે કે જે દુકાનદારની કમિશનની માસિક આવક 20 હજારથી જેટલી ઓછી હશે. તેટલી રકમની સરકાર સહાય આપશે. રાજ્ય સરકારે સસ્તા અનાજની દુકાનના સંચાલકોને સહાય પેટે 35.53 કરોડની રકમ પણ અલાયદી ફાળવી છે.  આગામી તહેવારોને લઈ રવિવારે પણ દુકાનદારો અનાજનું વિતરણ ચાલુ રાખશે.

આપને જણાવી દઈએ કે રાશનની દુકાનધારકોએ તેમની પડતર માગણીઓને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હતુ. વિવિધ પડતર માગને લઇ રાજ્યના સસ્તા અનાજની દુકાનદારો લડી લેવાના મૂડમાં જણાયા હતા. રાજ્યના 17 હજાર સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળ પાડી અનાજ વિતરણ બંધ રાખ્યું હતુ. કમિશન અને અનાજ ઘટની માગ પુરી કરવાની માગ સાથે દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા

આ પણ વાંચો : Surat: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો સ્વાસ્થ્ય રક્ષકો સાથે સંવાદ, કહ્યુ ભારતમાં હેલ્થ સેક્ટર ક્યારેય વ્યવસાય નથી રહ્યો

 

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 12:07 am, Sun, 3 September 23

Next Video