ગુજરાતની 8 મહાનગર પાલિકાના મેયરોની ચૂંટણી માટેનું રોસ્ટર શિડયુઅલ જાહેર કરાયું છે. આ સાથે નોટિફિકેશન પ્રમાણે તે તમામ 8 મનપાના મેયરો માટે કેટલી ટર્મ રાખવામાં આવી છે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં આગામી મેયર પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગમાંથી અને બીજા અઢી વર્ષમાં મહિલાને મળશે
તેવી જ રીતે સુરતમાં આગામી પાંચ વર્ષની ટર્મમાં મહિલા અને જનરલ કેટેગરીના મેયર મળશે.
જ્યારે વડોદરા માટે અનુસૂચિત જાતિ અને મહિલા અઢી અઢી વર્ષ ની ટર્મમાં ચૂંટાશે.
ગુજરાતના 8 મહાનગરો જેવા કે ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 2026માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડશે. આ શહેરોમાં છેલ્લી ચૂંટણી 2021માં થઈ હતી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છેલ્લે 2019માં થઈ હતી. જેની પણ હવે મુદત પૂરી થઈ ગઈ હોવાથી અહીં ચૂંટણી થવાની છે.