Banaskantha : બનાસકાંઠાના પાલનપુરમાં પાછલા ત્રણ વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ તૂટી ગયા છે. આ રોડનું કામ કરનારી પાંચ એજન્સીઓને પાલિકાએ ત્રીજી વખત નોટિસ ફટકારી છે. પાલનપુરના વિવિધ વિસ્તારમાં 17 જેટલા રોડ પાંચ એજન્સીએ જ બનાવ્યા હતા. જે મોટાભાગે ધોવાઈ ગયા છે.
આ પણ વાંચો : Banaskantha : પીડિતની ફરિયાદ ન લેવા મુદ્દે ભાભરના તત્કાલીન PSI પાસે કોર્ટે માગ્યો જવાબ, જુઓ Video
આ પૂર્વે પણ પાલિકાએ બે વાર પાંચ એજન્સીઓને નોટિસ આપીને સ્વખર્ચ રોડનું સમારકામ કરવા કહ્યું હતું. પરંતુ એજન્સીઓએ નોટિસની અવગણના કરી હતી. જો કે હવે કડક નિર્ણય લેતા પાલિકાની સાધારણ સભામાં ઠરાવ પસાર કરાયો છે અને એજન્સીઓ રોડનું સમારકામ ન કરે તો ડિપોઝીટ જપ્ત કરીને તેમાંથી સમારકામ કરાવવાની ચીફ ઓફિસરે ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠાના પાલનપુર પાલિકાની કાર્યવાહીને વિપક્ષી નેતાઓ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા સમાન ગણાવી છે. વિપક્ષી નેતાએ કહ્યું કે સપ્ટેમ્બરમાં પાલિકાના પ્રમુખ અને ઉપ-પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે. અત્યાર સુધી કમિશન લઈને નબળા રોડ બનવા દીધા છે. અને હવે તેમના માથે ન આવે એટલે જવાબદાર પદાધિકારીઓ દોષનો ટોપલો ખભે કરી રહ્યાં છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો