Social Media માં ફેમસ થવા જોખમી સ્ટંટ કરનારની પોલીસે શાન ઠેકાણે લાવી, Narmada Maia Bridge પર વિડીયો બનાવનાર 4ની ધરપકડ કરાઈ , જુઓ Video
Instagram Reels બનાવવા જોખમી સ્ટન્ટ કરતા કેટલાક યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભરૂચ સી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ચાર લોકોની ધરપકડ કરી છે. કારની બારી ઉપર લટકતા આ યુવાનોએ રીલ્સ બનાવી કાયદાનો મજાક બનાવવા પ્રયત્ન કર્યો હતો.
Bharuch : રાજ્યમાં એક્સીડેન્ટ ઝોન તરીકે બદનામ થયેલા ભરૂચના નર્મદા મૈયા બ્રિજ(Narmada Maia Bridge) ઉપર વાહન ચાલકોની સુરક્ષા અને સલામતી માટે ભરૂચ જિલ્લાના એસપી અને કલેકટર જેવા અધિકારીઓ જાતે મથમન કરી રહ્યા છે તે વચ્ચે Instagram Reels બનાવવા જોખમી સ્ટન્ટ કરતા કેટલાક યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભરૂચ સી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ચાર લોકોની ધરપકડ કરી છે. કારની બારી ઉપર લટકતા આ યુવાનોએ રીલ્સ બનાવી કાયદાનો મજાક બનાવવા પ્રયત્ન કર્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસે લોકઅપના સળિયા ગણાવી આ તમામની શાન ઠેકાણે લાવી હતી.
સોશીયલ મીડીયામાં એક ઈન્સ્ટાગ્રામ રીલ્સ વાયરલ થયેલ જેમા કેટલાક ઈસમોએ ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપર પોતાની મારૂતી સ્વીફ્ટ કાર ચલાવતી વખતે દરવાજા બહાર નીકળી સ્ટંટ કરતા હોય તેવી ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી સોશીયલ મીડીયામાં વાયરલ કરી હતી. આ મામલો ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ(Dr. Leena Patil – SP Bharuch)ના ધ્યાને આવતા તાત્કાલીક ધોરણે વાયરલ વિડીયોમાં જણાતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા સુચના આપી હતી.ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વિડીયોમાં નજરે પડતી ફોર વ્હીલર નંબર GJ-16-DG- 9556 ના માલિકને શોધી કાઢી રીલ્સ બનાવનાર ચાર યુવાનોની ધરપકડ કરી હતી.
રીલ્સ બનાવવા અકસ્માતનો ભય ઉભો કરનાર સામે કડક હાથે કામ લેવાશે : SP Bharuch
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા જણાવાયું છે કે નર્મદા મૈયા બ્રીજ ઉપર અકસ્માતના બનાવો વધુ બને છે તેવા સંજોગોમાં વાયરલ વિડીયો જેવી ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી પોતાનો તથા અન્ય રાહદારીઓનો જીવ જોખમાય તેવા કુત્યો ન થાય તે ઇચ્છનીય છે.રીલ્સ બનાવવા અકસ્માતનો ભય ઉભો કરનાર સામે કડક હાથે કામ લેવાશે : SP Bharuch
રીલ્સ બનાવવાના મામલે ધરપકડ કરાયેલ યુવાન
- સૌરવસીંગ સુનીલસીંગ ,રહેવાસી – ગડખોલ ગામ તા. અંકલેશ્વર જી.ભરૂચ
- ઓમ પ્રકાશ ક્રિષ્ના શર્મા, રહેવાસી ગડખોલ ગામ તા. અંકલેશ્વર જી.ભરૂચ
- અભિશેક રામભરોષે સાહની, રહેવાસી ગડખોલ ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ
- અરમાન રૂસ્તમ જાતે અંસારી, રહેવાસી ગડખોલ પાટીયા પાસે તા.અંકલેશ્વર જી.ભરૂચ