Mehsana video : નવા શોપિંગ સેન્ટરના ઠરાવને લઇ વિપક્ષે વિરોધ નોંધાવ્યો, સમગ્ર મુદ્દે કમિશનર કચેરી સુધી રજૂઆત કરાશે

Mehsana video : નવા શોપિંગ સેન્ટરના ઠરાવને લઇ વિપક્ષે વિરોધ નોંધાવ્યો, સમગ્ર મુદ્દે કમિશનર કચેરી સુધી રજૂઆત કરાશે

| Edited By: | Updated on: Sep 15, 2023 | 1:51 PM

જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમારે શહેરમાં ત્રીજા શોપિંગ સેન્ટરનો ઠરાવ કર્યો છે. વર્ષોથી ખંડેર હાલતમાં રહેલા વિશ્રાંતિ ગૃહને તોડીને ત્રીજું શોપિંગ સેન્ટર બનાવવાનો ઠરાવ છે. તો વિપક્ષે અનેક આક્ષેપ કર્યા છે. કે અગાઉ બે કોમ્પલેક્સ બનાવામાં આવ્યા છે. જેમાંથી એક તોરણવાળી ચોક ખાતે છે અને બીજું બસ મથક સામે આવેલું છે.

Mehsana : મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થાય તે પહેલા જ નવો ઠરાવ કર્યો છે. જેને લઇ વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમારે શહેરમાં ત્રીજા શોપિંગ સેન્ટરનો ઠરાવ કર્યો છે. વર્ષોથી ખંડેર હાલતમાં રહેલા વિશ્રાંતિ ગૃહને તોડીને ત્રીજું શોપિંગ સેન્ટર બનાવવાનો ઠરાવ છે. તો વિપક્ષે અનેક આક્ષેપ કર્યા છે. કે અગાઉ બે કોમ્પલેક્સ બનાવામાં આવ્યા છે. જેમાંથી એક તોરણવાળી ચોક ખાતે છે અને બીજું બસ મથક સામે આવેલું છે.

આ પણ વાંચો : Mehsana: મહેસાણામાં જુગાર રમવાનો નવો કીમિયો, અડ્ડો નહીં, ઓન ધ વે જુગારધામ ઝડપાયુ, જુઓ Video

પરંતુ બંને કોમ્પલેક્સથી કોઇ ફાયદો નથી થયો. દુકાનો વેચાવાની પણ બાકી છે. જેના પગલે નુકસાન થઇ રહ્યું છે. નુકસાનીના સોદા વચ્ચે જ ફરી એક શોપિંગ સેન્ટર ખોલવાનો ઠરાવ કરાયો છે. વિપક્ષે આ મુદ્દે કમિશનર કચેરીમાં રજૂઆત કરવાની વાત કરી છે. મહત્વનું છે કે જ્યારે પંચાયત પ્રમુખ પ્રહલાદ પટેલને અગાઉના બે કોમ્પલેક્સ અંગે પૂછાયું, તો તેમણે કહ્યું કે, “કોમ્પલેક્સ ભાડે આપવાની તજવીજ હાથ ધરી છે” હજુ જૂના કોમ્પલેક્સનો કોઇ એમના એમ જ પડ્યા છે. ત્યાં ત્રીજું કોમ્પલેક્સ બનાવવનું કેટલું યોગ્ય છે ?વા અનેક સવાલ સાથે વિપક્ષે વિરોધ કર્યો છે.

 મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો