Rajkot : ધારાસભ્યના લેટરબોમ્બ બાદ મોટી કાર્યવાહી, ક્રાઈમ બ્રાન્ચ-SOGના પોલીસ કર્મચારીઓની બદલી

રાજકોટમાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવીની વડોદરા પોલિસ ટ્રેનિંગ સ્કૂલમાં બદલી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 9:28 AM

રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ (MLA Govind Patel)ના લેટર બોમ્બને લઇને રાજકોટ ક્રાઈમ બ્રાંચ (Rajkot crime branch)અને એસઓજી (SOG)પર તવાઈ બોલાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અનેક પોલીસ અધિકારીની એકસાથે બદલી કરવામાં આવી છે. બીજી તરફ સમગ્ર કેસમાં તપાસમાં વિલંબ થઇ રહ્યો છે.

રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડના તપાસ રિપોર્ટમાં વિલંબ થવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. કારણ કે તપાસનીશ અધિકારી વિકાસ સહાય (Vikas sahay) હજુ પણ ક્વૉરન્ટાઇન છે. કોરોના (Corona) સંક્રમિત થયાં બાદ વિકાસ સહાયની તપાસમાં વિલંબ થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવીની વડોદરા પોલિસ ટ્રેનિંગ સ્કૂલમાં બદલી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના PSI પી.બી. જેબલિયા, પી.એમ. ધાખડા, વી.જે. જાડેજા, એમ.એમ ઝાલા, જે. એ. ખાચર, એમ. વી. રબારીની બદલી કરવામાં આવી છે. આ તમામ પોલીસ કર્મચારીને રાજકોટ બહાર મુકવામાં આવ્યા છે, તો એસોજીના પીએસઆઇ અસલમ અંસારી અને તુષાર પંડ્યાની પણ કરવામાં આવી બદલી. SOG પીઆઈ રોહિત રાવલની બદલી કરવામાં આવી છે. કમિશન કાંડમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજીના પોલીસ કર્મચારીઓનું નામ પણ ખરડાયું હતુ.

રાજકોટ પોલીસ કમિશનર સામે ગંભીર આરોપ લાગ્યા છે. પોલીસ હપ્તાખોરી કરતી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે આરોપ લગાવતા કહ્યું કે પોલીસ કમિશનરે રૂ.75 લાખ પડાવ્યા છે અને હજુ પણ રૂ.30 લાખની ઉઘરાણી કરે છે. તેમજ ઠગાઈની 8 કરોડની રકમ પેટે 15% લેખે ઉઘરાણું કરે છે.

આ સિવાય ગોવિંદ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફરિયાદ કોઇ સાંભળતુ જ ન હતુ. તેમજ જરૂર પડશે ત્યારે હું પુરાવા આપીશ. તેમજ પુરાવા હતા એટલે મે ફરિયાદ કરી અને કાયદો અને વ્યવસ્થાને અનુસંધાને જ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમજ મારી જાણમાં આવ્યુ એટલે જ મે ફરિયાદ કરી છે.

આ પણ વાંચો-

જયરાજસિંહના કોંગ્રેસમાંથી રાજીનામાં પર MLA હિતુ કનોડિયા કહ્યું, અમે સ્વાગત કરવા તૈયાર છીએ

આ પણ વાંચો-

સોમવારથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ ચાલુ થશે : શિક્ષણ મંત્રી

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">