કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકોનો ધમધમાટ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત ભાજપના તમામ હોદ્દોદારો હાજર

|

Oct 02, 2022 | 5:19 PM

Gujarat Election: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને અમિત શાહે ચૂંટણીની ઉપસ્થિતિમાં દિવસભર એકબાદ એક મેરેથોન બેઠકોનો દૌર શરૂ થયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ (BJP)ના તમામ હોદ્દેદારો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં આગામી ચૂંટણીલક્ષી ચર્ચા કરાશે. કમલમમાં દિવસભર મેરેથોન બેઠક યોજાઈ છે. અલગ અલગ બેઠકો સમગ્ર દિવસ દરમિયાન ચાલવાની છે. જેમા વિધાનસભા ચૂંટણીનો સમગ્ર રોડમેપ નક્કી કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  ચૂંટણીની તૈયારીઓની કમાન પોતાના હાથમાં લીધી છે અને તૈયારીઓનો રોડમેપ નક્કી કરવામાં આવશે.

અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ

કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો દૌર શરુ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના તમામ હોદ્દેદારો, પ્રદેશના મહામંત્રીઓ ઉપસ્થિત છે. સરકાર અને સંગઠનના સમન્વય, બૂથ સ્તરની કામગીરી પર ભાર મુકવા, વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ જે આંતરિક વિરોધ છે તેને ખાળવા મુદ્દે નબળી બેઠકો ઉપર ક્યા સંયોજકો કે વિસ્તારકો મોકલવાની તે અંગે તેમજ  ટીમ વર્કથી કામ કરવા સહિતનામુદ્દે ચર્ચા પર ભાર મુકવામાં આવી શકે છે.

તેમજ વિવિધ વર્ગો માટેના કાર્યક્રમો આપવાની વાત હોય આ તમામ મુદ્દા છે તેની સ્ક્રુટિની દિવસભરમાં કરવામા આવશે. ત્યારબાદ સાંજે કોર કમિટીની બેઠક યોજાશે. જેની અંદર આગામી સમયના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. જેમા ખાસ કરીને સીએમના ગુજરાત પ્રવાસથી કેવી રીતે ભાજપ પોતાના તરફ માહોલ કરી શકે છે આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થશે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર

Next Video