Ahmedabad: શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટની પરીક્ષાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, છેલ્લા પાંચ વર્ષથી સરકારે ભરતી ન કરતાં અરજદારો કોર્ટના શરણે
અરજદારો કહે છે કે 2017 બાદ B.ed પાસ કરેલા સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભરતીની રાહ જોઇ રહ્યા છે. સરકારને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે છતાં નિરાકરણ ન આવતા હાઇકોર્ટમાં કરાઇ અરજી કરાઈ છે.
શિક્ષક (Teacher) બનવા માટે લેવામાં આવતી ટેટ (TET) ની પરીક્ષાનો મામલો હાઈ કોર્ટ (High Court) માં પહોંચ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી સરકારે ભરતી ન કરાતા અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારો કહે છે કે છેલ્લે 2017માં ટેટની પરીક્ષા યોજવામાં આવી હતી ત્યાર બાદ કોઈ પરીક્ષા યોજવામાં આવી નથી. 2017 બાદ B.ed પાસ કરેલા સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભરતીની રાહ જોઇ રહ્યા છે. સરકારને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે છતાં નિરાકરણ ન આવતા હાઇકોર્ટમાં કરાઇ અરજી કરાઈ છે.
47000 ટેટ-2 પાસ ઉમેદવારો 3 વર્ષ થી ભરતી ની રાહ જોઈ રહ્યા છે. કેટલાક ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે અગાઉ પણ ધોરણ 6 થી 8 ઉચ્ચતર પ્રાથમિકમાં વિદ્યાસહાયક ભરતીની માટે ઉમેદવારો રજૂઆત કરી ચુક્યા છે પરતું હજુ સુધી ભરતી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મહત્વનું છે કે આ અગાઉ શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે ધોરણ 1 થી 5માં 1300 શિક્ષકોની ભરતી કરશે તેમજ ધોરણ 6થી8માં 2000 શિક્ષકોની ભરતી કરશે આમ કુલ 3900 શિક્ષકોની ભરતી કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.પરતું હજુ સુધી સરકારે કોઈ શિક્ષકોની ભરતી ન હવે ટેટ પાસ ઉમેદાવારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ (ટાટ-2)ની પરીક્ષા લીધા પછી નિયમ પ્રમાણે જાહેર કરાયેલી ખાલી જગ્યાના 60 ટકા બેઠક પર ભરતી કરવાની હોય છે, પણ ટાટ-2ની પરીક્ષા પાસ કરેલા 47 હજાર ઉમેદવારને નોકરી મળી નથી. બીજી બાજુ છેલ્લાં બે વર્ષ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે આઠ હજાર ખાલી જગ્યા હોવા છતાં સરકાર ભરતી કરતી ન હોવાથી ટાટ-2માં ઉર્તીણ થનારા 47 હજાર ઉમેદવારો નિરાશામાં સપડાઈ ગયા છે.