Vadodara Video : કરજણથી ડભોઇને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં, તાત્કાલિક રસ્તાનું સમારકામ થાય તેવી લોકોની માગ

| Edited By: | Updated on: Sep 30, 2023 | 7:16 AM

વડોદરા શહેરમાં પણ વરસાદ બાદ રસ્તાઓની એવી સ્થિતિ થઇ છે કે વાહનચાલકો પસાર થતાં પણ ડરી રહ્યાં છે. વરસાદ બાદ કરજણથી ડભોઇને જોડતા મુખ્ય રસ્તો બિસ્માર બન્યો છે. કરજણથી કુબેર ભંડારી મંદિરે જવાનો રસ્તો ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે.રસ્તા પર મસમોટા ખાડાને કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.

Vadodara : રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાથી અનેક વિસ્તારોના રસ્તાઓ બિસ્માર થયા છે. તો વડોદરા શહેરમાં પણ વરસાદ બાદ રસ્તાઓની એવી સ્થિતિ થઇ છે કે વાહનચાલકો પસાર થતાં પણ ડરી રહ્યાં છે. વરસાદ બાદ કરજણથી ડભોઇને જોડતા મુખ્ય રસ્તો બિસ્માર બન્યો છે. કરજણથી કુબેર ભંડારી મંદિરે જવાનો રસ્તો ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Vadodara Video : વડોદરામાં વિસર્જનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 10 હજારથી વધારે ગણેશ પ્રતિમાનું કરાશે વિસર્જન

રસ્તા પર મસમોટા ખાડાને કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. એટલું જ નહીં કમરતોડ રસ્તાથી વાહનચાલકો પણ તોબા પોકારી ઉઠ્યાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છ વર્ષ પહેલા જ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ રસ્તાના કામમાં ભ્રષ્ટાચારને કારણે તૂટી ગયો છે. સરકાર તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો