રાજ્યમાં ગરમીના પ્રમાણમાં હજી વધારો થશે, હવામાન વિભાગે 5 દિવસ હિટવેવની આગાહી કરી

|

Apr 26, 2022 | 9:59 AM

સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સુરત, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ત્યારે નિષ્ણાતોએ વૃદ્ધો અને બાળકોને બપોરે કામ સિવાય બહાર ન નિકળવાની પણ અપીલ કરી છે.

ગુજરાતમાં ગરમી (Heat) પ્રકોપ યથાવત રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ગુજરાત (Gujarat) માં ગરમીના પ્રમાણમાં હજી વધારો થશે. રાજ્યના હવામાન વિભાગે 5 દિવસ હિટવેવની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ આકરી ગરમી પડશે. તો બે દિવસ બાદ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમી પડશે. અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થઈ શકે છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થઈ શકે છે.

સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સુરત, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ત્યારે નિષ્ણાતોએ વૃદ્ધો અને બાળકોને બપોરે કામ સિવાય બહાર ન નિકળવાની પણ અપીલ કરી છે.

આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડા પહેરવા જણાવાયુ છે. જેથી ગરમીથી બચી શકાય.

આ પણ વાંચોઃ ભાવનગરથી મુંબઈની વિમાની સેવા 5મી મેથી શરૂ થશે, અઠવાડિયામાં 6 દિવસ ફ્લાઈટ મળશે

આ પણ વાંચોઃ  Ahmedabad: ધર્માંતરણ કરાતું હોવાનાં આક્ષેપો બાદ અમરાઈવાડીમાં ચર્ચનું ડિમોલિશન કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video