મસ્જિદો પરના લાઉડ સ્પીકર પર વાગતી અજાનના કેસની આવતીકાલે હાથ ધરાશે સુનાવણી

|

Aug 30, 2023 | 6:17 PM

મસ્જિદ પરના લાઉડ સ્પીકર પરથી અજાનના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલ જાહેર હિતની અરજીમાં હવે મૂળ અરજદાર પાછા જોડાયા છે. જાહેર હિતની અરજી કર્યા બાદ, અરજદાર અને તેમના વકિલને ધમકી મળી હતી. જેના પગલે તેઓએ જાહેરહિતની અરજીમાંથી પોતાનું નામ પરત ખેચ્યું હતુ. દરમિયાન ગાંધીનગર સ્થિત બજરંગદળના સંયોજક આ જાહેરહિતની અરજીમાં દાખલ થયા હતા. તેમણે તેમની અરજીમાં ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદોનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.

મસ્જિદો પર લાગેલ લાઉડ સ્પીકર પર વાગતી અજાન અંગે હાઇકોર્ટમાં ચાલી રહેલ જાહેર હિતની અરજીનાં કેસમાં નવો વળાંક આવ્યો છે. આ જાહેરહિતની અરજીમાં હવે મૂળ અરજદાર ફરી જોડાયા છે. અગાઉ અરજદારે અરજી કર્યા બાદ તેમને અને તેમના વકિલને ધમકી મળતા તેઓએ આ જાહેર હિતની અરજીમાંથી તેમનુ નામ પરત ખેચ્યું હતું.

દરમિયાન ગાંધીનગર સ્થિત બજરંગ દળના સંયોજક આ જાહેર હિતની અરજીમાં અરજદાર તરીકે જોડાયા હતા. દિવસમાં પાંચ વખત લાઉડ સ્પીકર મારફતે વાગતી અજાનના કારણે લોકોને હાલાકી પડતી હોવાનો મુદ્દો જાહેર હિતની અરજીમાં ઉઠાવાયો હતો. તેમાં એવી પણ રજૂઆત કરાઈ હતી કે, બાળકો અને વૃદ્ધોને વિશેષ હાલાકી પડ રહી છે.

જો કે આ જાહેર હિતની અરજીમાં ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદોનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ જાહેર હિતની અરજીની આવતીકાલ ગુરુવારના રોજ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

( વીથ ઈનપુટ રોનક વર્મા)

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video