Bhavnagar: ભાવનગરમાં સરકારના કરોડો રૂપિયાનું આંધણ કેવી રીતે થાય તે આપને જણાવીએ. ભાવનગરમાં સર ટી હોસ્પિટલના પરિસરમાં જ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. 200 કરોડના ખર્ચે હાલ આ હોસ્પિટલ સંપૂર્ણ બનીને તૈયાર પણ છે પરંતુ તે ઉદ્દઘાટન અને સ્ટાફની ઘટના કારણે ધૂળ ખાઈ રહી છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં AC પણ ફીટ થઈ ગયા છે. પરંતુ મેઈન ગેઈટ પર તોતિંગ તાળુ લટકી રહ્યુ છે.
ભાવનગર શહેર અને આસપાસના તાલુકા અને જિલ્લાના લોકો સરટી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. આ લોકોને ધ્યાનમાં રાખીને જ સુપર સ્પેશ્યિાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બનીને તૈયાર પણ છે પરંતુ દર્દીઓ અમદાવાદ રાજકોટમાં સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં લાભ લેવા લોકાર્પણ નથી કરવામાં આવી રહ્યું.
જે દર્દીઓ માટે અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી એ જ દર્દીઓને ત્યાં માત્ર ઉદ્દઘાટનના વાંકે સારવાર નથી મળી રહી. MRI મશીનથી લઈને તમામ અત્યાધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ છે અનેદ તમામ પ્રકારના ટેસ્ટ નજીવા દરે કરવાના દાવા પણ કરાયા હતા પરંતુ એ તો ત્યારે થશે જ્યારે હોસ્પિટલ કાર્યરત થશે ત્યારે જોવુ રહ્યુ હોસ્પિટલમાં ક્યારે તબીબોની ઘટ પૂરાશે અને હોસ્પિટલ કાર્યરત થશે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો