Gujarat Video: ભાવનગરમાં શહેરના પોલીસ સ્ટેશન નજીક ચાલતા જુગારધામને LCB એ દરોડો પાડી ઝડપ્યુ, સ્થાનિક પોલીસ સામે સવાલો

Bhavnagar: ભાવનગર શહેર પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલો સર્જાયા છે. પોલીસ સ્ટેશનની પાસે જ ચાલી રહેલા જુગારધામને નજીકમાં જ રહેલ પોલીસ તો ના ઝડપી શકી પરંતુ જિલ્લા એલસીબીએ દરોડો પાડીને તેનો પર્દાફાશ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 6:27 PM

 

ભાવનગર શહેર પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલો સર્જાયા છે. પોલીસ સ્ટેશનની પાસે જ ચાલી રહેલા જુગારધામને નજીકમાં જ રહેલ પોલીસ તો ના ઝડપી શકી પરંતુ જિલ્લા એલસીબીએ દરોડો પાડીને તેનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં અનેક સ્થળો પર આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે રોષ વર્તાઈ રહ્યો છે, ત્યાં શહેરમાં એક સ્થળે પોલીસ મથકની જ બાજુમાં આ રીતે જુગારધામ છડેચોક ચલાવવા જેવી સ્થિતિ હતી. જેને લઈ એલસીબીની ટીમે દરોડો પાડીને જુગારધામને ઝડપી પાડ્યુ છે.

એલસીબીની ટીમે મહિલા સહિત 9 શખ્શોની ધરપકડ કરી છે. આ દરમિયાન પોલીસે 2.43 લાખ રુપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. શહેરના ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ સ્ટેશનની પાસે જ જુગાર ધામ ચાલતુ હોવાની પ્રવૃત્તિ છતા સ્થાનિક પોલીસે તેની સામે કોઈ જ કાર્યવાહી નહી કરવાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસ હપ્તારાજમાં જ ડૂબેલી હતી કે કેમ એવા પણ સવાલો થઈ રહ્યા છે. જોકે હવે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આકરી કાર્યવાહી શરુ કરાશે એવા સંકેતો આ દરોડા પરથી જણાઈ રહ્યા છે.

 

આ પણ વાંચોઃ  USA ગેરકાયદેસર જવાની ઘેલછામાં પાસપોર્ટ એજન્ટને આપ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરતા 4 સામે ફરિયાદ

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">