Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે, માસ્ક વિના મુલાકાતીઓને નહી મળે એન્ટ્રી

Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે, માસ્ક વિના મુલાકાતીઓને નહી મળે એન્ટ્રી

| Edited By: | Updated on: Dec 31, 2022 | 7:54 AM

ફ્લાવર શોમાં 200 થી વધુ પ્રજાતિના 5 લાખથી વધુ સ્વદેશી અને વિદેશી ફૂલ છોડ જોવા મળશે. આ ઉપરાંત ઉપરાંત 20થી વધુ સેલ્ફી પોઇન્ટ, પશુ પંખી સહિત વિવિધ વિષયના આકર્ષક ફ્લાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહેશે.

અમદાવાદમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે.  રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે પ્રથમ દિવસે બપોરે 12 વાગ્યાથી નાગરિકોને એન્ટ્રી મળશે. આપને જણાવી દઈએ કે,  30 રૂપિયામાં જ  લોકોને ટિકિટ મળશે. લોકો 150 થી વધારે ફૂલો એક જ સ્થળે નિહાળી શકશે. ફ્લાવર શો માટે એક વર્ટિકલ થીમ તૈયાર કરાઈ છે. બાજરી, જુવાર, મકાઇ, કોદરી જેવા ધાન્યનું પ્રદર્શન જોવા મળશે.

મુલાકાતીઓ માટે માસ્ક ફરજીયાત

અમદાવાદમાં 2 વર્ષ બાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાનાર છે. તારીખ 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવાનો નિર્ણય લેવાયો છે. માસ્ક પહેર્યું હશે તો જ ફ્લાવર શોમાં પ્રવેશ મળશે. પ્રવેશ માટે મુલાકાતીએ 30 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. ઈવેન્ટ સેન્ટર પર 20થી વધુ ટિકિટ કાઉન્ટર તૈયાર કરવામાં આવશે. ફ્લાવર શોમાં 200 થી વધુ પ્રજાતિના 5 લાખથી વધુ સ્વદેશી અને વિદેશી ફૂલ છોડ જોવા મળશે. આ ઉપરાંત ઉપરાંત 20થી વધુ સેલ્ફી પોઇન્ટ, પશુ પંખી સહિત વિવિધ વિષયના આકર્ષક ફ્લાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહેશે.

Published on: Dec 31, 2022 07:33 AM