111 વર્ષ પછી ગુજરાતના બોલીમોરા અને વઘઇ વચ્ચે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડશે

ગુજરાતના બોલીમોરા અને વઘઇ વચ્ચે હાઇડ્રોજન ટ્રેન ચાલુ કરવામાં આવશે. આ ટ્રેન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લાના આદિવાસી લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 11:14 AM

ગુજરાતમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે. ગુજરાતના બોલીમોરા અને વઘઇ વચ્ચે હાઇડ્રોજન ટ્રેન ચાલુ કરવામાં આવશે. આ ટ્રેન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લાના આદિવાસી લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. જેમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસ સ્થળો અને ત્યાંના વિસ્તારના વિકાસને પ્રોત્સાહનરુપ બની રહે છે. આ સમયે કેન્દ્ર સરકારે અને રેલવે વિભાગે હાઇડ્રોજન ટ્રેન દોડતી કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું નામ છે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’.જેમાં રેલવે વિભાગે પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે હાઈડ્રોજન ટ્રેન ચલાવશે. જેમાં દેશના આઠ સ્થળો પૈકી ગુજરાતનું બોલીમોરા પણ સમાવેશ છે. ગુજરાતમાં હાઇડ્રોજન ટ્રેન બોલીમોરા અને વઘઇ નેરોગેજ લાઇન પર ચાલુ કરવામાં આવશે.

111 વર્ષ પહેલા ગુજરાતમાં દોડતી હતી હાઇડ્રોજન ટ્રેન

વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે 111 વર્ષ પહેલા નેરોગેજ લાઇન બિછાવીને હાઇડ્રોજન ટ્રેન વ્યવહારની શરૂઆત કરી હતી. પરંતુ સમયની સાથે લોકોમાં પરિવર્તન આવતા ગયા અને વાહન – વ્યવહાર ઝડપી બન્યો હતો. જેના કારણે આ ટ્રેનનો ઉપયોગ ઓછો થતો ગયો હતો અને તેનો ખર્ચ નિકળતો ન હતો. જેના કારણે આ હાઇડ્રોજન ટ્રેનને બંધ કરવામાં આવી હતી. પરંતુ, 111 વર્ષ પછી ભારતમાં હાઇડ્રોજન ટ્રેન પાછી દોડવા જઈ રહી છે. જેનો ભારતમાં રુટ માથેરાન હિલ રેલવે, દાર્જિલિંગ હિમાલયન રેલવે, કાલકા શિમલા રેલવે, કાંગડા ઘાટી ,ગુજરાતમાં ( બિલમોરા – વઘઇ ), મહુ પાતાલપાની, નીલગીરી માઉન્ટેન રેલવે અને મારવાડ-દેવગઢ મદરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">